________________
(૮) સંશી - અસંશી કાર -
સંજ્ઞી જીવ સઇન્દ્રિય જીવની સમાન હોય છે. અસંજ્ઞી જીવ બેઇન્દ્રિય જીવની સમાન હોય છે. નો સંજ્ઞી - નો અસંશી સિદ્ધોની સમાન હોય છે. સંજ્ઞી જીવ ભજનાથી ૪ જ્ઞાન અને ૩ અજ્ઞાનવાળા હોય છે. નો સંશી - નો અસંશી સિદ્ધ જીવ તથા ૧૩મા અને ૧૪મા ગુણસ્થાનવાળા જીવ નિયમથી કેવલજ્ઞાનવાળા હોય છે. બે આદિ જ્ઞાનવાળા તે નથી હોતા. લબ્ધિદ્વારમાં લબ્ધિમાં ભેદોનું કથન -
લબ્ધિ ૧૦ પ્રકારની કહેલી છે.
(૧) જ્ઞાન લબ્ધિ (૨) દર્શન લબ્ધિ (૩) ચારિત્ર લબ્ધિ (૪) ચારિત્રાચારિત્ર લબ્ધિ (૫) દાન લબ્ધિ (૬) લાભ લબ્ધિ (૭) ભોગ લબ્ધિ (૮) ઉપભોગ લબ્ધિ (૯) વિર્યલબ્ધિ (૧૦) ઇન્દ્રિય લબ્ધિ. (૧) જ્ઞાનલબ્ધિ પાંચ પ્રકારની છે :
આભિનિબોધિક જ્ઞાન લબ્ધિ, યાવતુ કેવળજ્ઞાન લબ્ધિ, અજ્ઞાનલબ્ધિ ત્રણ પ્રકારની છે. અત્યાજ્ઞાનલબ્ધિ, શ્રુતજ્ઞાન લબ્ધિ અને વિર્ભાગજ્ઞાન લબ્ધિ (૨) દર્શનલબ્ધિ ત્રણ પ્રકારની છે -
સમ્યગ્દર્શન લબ્ધિ, મિથ્યાદર્શન લબ્ધિ અને સભ્ય મિથ્યાદર્શન લબ્ધિ (૩) ચારિત્રલબ્ધિ પાંચ પ્રકારની છે -
સામાયિક ચારિત્ર લબ્ધિ, છેદોપસ્થાપનીય લબ્ધિ, પરિહારવિશુદ્ધ ચારિત્ર લબ્ધિ, સૂક્ષ્મ સંપરાય ચારિત્ર લબ્ધિ અને યથાખ્યાત ચારિત્ર લબ્ધિ
(૪) ચારિત્રાચારિત્ર લબ્ધિ એક પ્રકારની છે તેવી જ રીતે યાવતુ પી ૮ ઉપયોગ લબ્ધિ પણ એક પ્રકારની છે. (૯) વીર્યલબ્ધિ ત્રણ પ્રકારની છે - બાલલબ્ધિ, પંડિતવીર્યલબ્ધિ, બાલપંડિત વિર્ય લબ્ધિ.
(૩૪૮