________________
(૫) પર્યાપ્ત - અપર્યાપ્ત દ્વાર -
પર્યાપ્તા જીવ નારક જીવોને નિયમો ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. એ જ રીતે યાવત્ સ્વનિતકુમારોના વિષયમાં સમજી લેવું. પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચોને ભજનાથી ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. પર્યાપ્ત એકેન્દ્રિયથી લઈને પર્યાપ્ત ચૌરેન્દ્રિય સુધી નિયમા બે અજ્ઞાન હોય છે. પર્યાપ્ત મનુષ્યોને સકાયિક જીવોની જેમ સમજવું. વાણવ્યંતર, જયોતિષી અને વૈમાનિકોને નૈરયિક જીવોની જેમ સમજવા.
અપર્યાપ્તા નારકીને ત્રણ જ્ઞાન નિયમાથી હોય છે. પરંતુ ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. જેઓ સમ્યગ્દષ્ટિ હોય તેઓને નિયમો ત્રણ જ્ઞાન હોય છે. અને મિથ્યાદષ્ટિવાળાને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. એ જ રીતે યાવત્ ભવનપતિ અને વાણવ્યંતરનું સમજવું. અપર્યાપ્ત પૃથ્વીકાયિકથી લઈ વનસ્પતિકાયિક સુધી નિયમા અજ્ઞાની છે. અપર્યાપ્ત બેઇન્દ્રિય યાવતુ ચૌરેન્દ્રિય સુધી બે જ્ઞાન અને બે અજ્ઞાન નિયમો હે છે. એ જ રીતે પંચેન્દ્રિય તિર્યંચનું સમજવું. અપર્યાપ્તક મનુષ્યમાં ત્રણ જ્ઞાન ભજનાથી અને બે અજ્ઞાન નિયમથી હોય છે. અપર્યાપ્ત જ્યોતિષ્ક દેવો અને વૈમાનિક દેવોને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન નિયમથી હોય છે. નો પર્યાપ્તક, નો અપર્યાપ્તકને સિદ્ધની જેમ જ્ઞાની જ સમજવા. (૯) ભવસિદ્ધિક – અભવસિદ્ધિક :
ભવસ્થ સિદ્ધિક જીવોના વિષયમાં સકાયિક જીવોની જેમ સમજવું અભવસિદ્ધિક નિયમા અજ્ઞાની જ હોય છે. તેઓમાં ભજનાથી ત્રણ અજ્ઞાન હોય છે. નો ભવસિદ્ધિક, નો અભવસિદ્ધિક જીવોના વિષયમાં સિદ્ધોની જેમ સમજવું.
(૭) ભવસ્થ અને અભવસ્થ -
નિરય ભવસ્થ જીવ નૈરયિક જીવોની માફક સમજવા, તિર્યંચ ભવસ્થ જીવને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. મનુષ્ય ભવસ્થ જીવને સકાયિક જીવોની માફક સમજવા. દેવ ભવસ્થ જીવને નિરય ભવસ્થ જીવોની માફક સમજી લેવા. અભવસ્થ જીવોને સિદ્ધોની જેમ સમજી લેવા.
૩૪૭