________________
છે. કેટલાકને પ્રથમના બે જ્ઞાન અને કેટલાકને પ્રથમના ત્રણ જ્ઞાન હોય છે. એ જ રીતે જે અજ્ઞાની હોય છે. તેમાં કેટલાકને બે અજ્ઞાન અને કેટલાકને ત્રણ અજ્ઞાન હોય છે. મનુષ્ય સામાન્ય જીવની જેમ કેટલાક બે જ્ઞાનવાળા, કેટલાક ત્રણ જ્ઞાનવાળા, કેટલાક ચાર જ્ઞાનવાળા, કેટલાક એક જ્ઞાનવાળા, કેટલાક બે અજ્ઞાનવાળા અને કેટલાક ત્રણ અજ્ઞાનવાળા હોય છે.
સિદ્ધ જીવો જ્ઞાની જ હોય છે, જ્ઞાની હોવા છતાં પણ નિયમા એક કેવલજ્ઞાન જ હોય છે. અન્ય જ્ઞાન હોતાં નથી.
નારકી જીવોમાં જે સમ્યગ્દષ્ટિ હોય છે તે જ્ઞાની કહેવાય છે અને મિથ્યાદષ્ટિ કે મિશ્રષ્ટિ હોય છે ત્યારે તેને અજ્ઞાની કહેવાય છે. સમ્યગ્દષ્ટિના સદ્દભાવથી અને અભાવથી ચારેય ગતિના જીવોમાં જ્ઞાની અને અજ્ઞાની બતાવેલ છે. મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એ બે જ્ઞાન મનુષ્યગતિ સિવાય અન્યજીવોમાં મળતું નથી.
અવધિજ્ઞાન ભવપ્રત્યય અને ક્ષાયોપશમ એ બે પ્રકારનું કહેલ છે. નારકી અને દેવોને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય છે અને મનુષ્ય અને તિર્યંચને ગુણ પ્રત્યય અવધિજ્ઞાન હોય છે. .. "
નારકી અને દેવોમાં જે જીવો સંજ્ઞી પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે અને સમ્યગ્દષ્ટિ હોય તો નિયમ ૩ જ્ઞાન હોય છે અને મિથ્યાષ્ટિ હોય તો ૩ અજ્ઞાન નિયમ હોય છે. પરંતુ જે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તેની અપર્યાવસ્થામાં વિર્ભાગજ્ઞાનનો અભાવ રહે છે. એટલા માટે જીવ બે અજ્ઞાનવાળા અને કેટલાક ત્રણ અજ્ઞાનવાળા હોય છે. એકેન્દ્રિયો નિયમા અજ્ઞાની જ હોય છે. વિકલેન્દ્રિયોમાં સાસ્વાદાન સમક્તિ હોય છે. તેથી તેના સદૂભાવમાં અપર્યાવસ્થામાં જ્ઞાની હોય છે. (૧) ગતિકાર -
નરકગતિમાં - જ્ઞાનીઓમાં ત્રણ જ્ઞાન નિયમાથી અને અજ્ઞાનીઓમાં ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. ભજના એટલે હોય અથવા ન પણ હોય.
તિર્યંચગતિમાં - ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે.
૩૪૫