________________
શ્રુતમાં યોજાયેલો છે.
મતિજ્ઞાન મૂક છે. અને શ્રુતજ્ઞાન સ્વપર પ્રત્યાયક હોવાથી અમૂક છે. શબ્દ શ્રુતનું કારણ હોવાથી શ્રુત છે. તે શબ્દનો બોધ કરે છે. મતિના હેતુભૂત હાથ વગેરેની ચેષ્ટાઓ પણ પરને બોધ કરે છે.
જીવ૩૯ જ્ઞાની પણ હોય છે ને અજ્ઞાની પણ હોય છે. જે જ્ઞાની હોય છે તે કેટલાક બે જ્ઞાનવાળા, કેટલાક ત્રણ જ્ઞાનવાળા, કેટલાક ચાર જ્ઞાનવાળા અને કેટલાક એક જ્ઞાનવાળા હોય છે. અર્થાત્ કેટલાકને આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાન હોય છે. કેટલાકને આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે. અથવા આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન હોય છે. કેટલાકને આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન હોય છે. અને જેને એક જ્ઞાન હોય છે તે નિયમથી કેવલજ્ઞાન હોય છે.
જે જીવ અજ્ઞાની હોય છે તે કોઈ મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાનવાળા હોય છે. અને કોઈ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાનવાળા હોય છે.
નારકી જીવ જ્ઞાની અને અજ્ઞાની હોય છે. જે જ્ઞાની હોય છે તે નિયમથી ત્રણ જ્ઞાનવાળા હોય છે અને જે અજ્ઞાની હોય છે તે નિયમથી ત્રણ અજ્ઞાનવાળા હોય છે. દેવોનું કથન નારકી પ્રમાણે જાણવું. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન હેય છે.
પૃથ્વીકાયિક, અપકાયિક, તેઉકાયિક, વાઉકાયિક અને વનસ્પતિકાયિક જ્ઞાની હોતા નથી. પણ તે અજ્ઞાની હોય છે. તે નિયમથી બે અજ્ઞાનવાળા હોય છે. તે મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન હોય છે.
બેઈન્દ્રિય જીવ જે જ્ઞાની હોય તે નિયમથી પ્રથમના બે જ્ઞાનવાળા હોય છે. તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અને અજ્ઞાન હોય તેને પ્રથમના બે અજ્ઞાન હોય છે. એ જ પ્રકારે તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયના વિષયમાં પણ સમજવું.
પંચેન્દ્રિય તિર્યંચ જે જ્ઞાની હોય છે તે બે જ્ઞાનવાળા અને ત્રણ જ્ઞાનવાળા હોય
૩૪૪