________________
વેદમાં દર્શન -
સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદમાં – ૩ દર્શન હોય છે. (કેવલ વિના)
અવેદીમાં - ૪ દર્શન હોય છે. કષાયમાં દર્શન :
ચારેય કષાયમાં - ૩ દર્શન હોય છે. (કેવલ વિના)
અકષાયમાં - ૪ દર્શન હોય છે. શાનમાં દર્શન -
મતિ, શ્રુત, અવધિજ્ઞાનમાં -'૩ દર્શન હોય છે. મનઃ પર્યવજ્ઞાનમાં – ચક્ષુ અને અચક્ષુ ર દર્શન હોય છે.
કેવલ જ્ઞાનમાં - કેવલદર્શન હોય છે. દડકમાં દર્શનના ચિંતન દ્વારા આધ્યાત્મિક વિકાસ :
દર્શન એ આંત્માનો ગુણ છે. અનાદિકાળથી છે અને અનંત છે. દર્શન વગરના કોઈ જીવ હોતા જ નથી. અચક્ષુ દર્શન સંસારી સર્વ આત્માઓને હોય છે. જેમ બીજનો ચંદ્ર પૂર્ણિમાના દિવસે પૂર્ણ બની જાય છે. એવી જ રીતે ભવ્ય આત્મામાં અચક્ષુદર્શન બીજના ચંદ્રમા સમાન છે. મનુષ્ય ભવમાં તેનું ચિંતન કરતાં પૂર્ણ વિકાસ થઈ જાય છે. કેવલદર્શન કક્ષાએ આત્મા પહોંચી શકે છે. સિદ્ધોને પણ કેવલદર્શન હોય છે. આત્માનો ગુણ દર્શન હોવાથી તે આત્મામાંથી ક્યારેય અલગ થઈ શકતો નથી. તે દર્શન આત્માને પૂર્ણ વિકાસ સુધી પહોંચાડી દે છે. માટે દંડકમાં દર્શનનું ચિંતન કરવું ખૂબ જ આવશ્યક છે. બાહ્ય વિકાસ તો ખૂબ જ કર્યો પરંતુ હવે અધ્યાત્મિક વિકાસ કરવાનો છે. દર્શનના ચિંતનથી એ ભાવના પરિપૂર્ણ થઈ શકે છે.
ટિપ્પણી :
૧. સ્થાનાંગ ૧ ૨. સ્થાનાંગ ૧
૩૩૧