________________
હોવાથી થોડો સમય નારકમાં રહીને પછી મનુષ્યભવમાં સિદ્ધ થશે, તેના જઘન્ય ૧, ૨, અથવા ૩ સમુદ્યાત સંભવે છે. સંખ્યાતકાળ સુધી સંસારમાં રહેવાવાળા નારકોના સંખ્યાત તથા અસંખ્યાત અને અનંતકાળ સુધી રહેવાવાળા નારકોમાં અનંત સમુદ્યાત સમજવા જોઈએ. આ જ રીતે ૨૪ દંડકોમાં યાવત્ તૈજસ સમુદ્યાત સુધી ક્રમથી સમજી લેવા જોઈએ.
એકેએક નારકના આહારક સમુદ્યાત અતીત કોઈના હોય છે. અને કોઈના નથી હોતા. જેના હોય છે. તેના જઘન્ય ૧ અથવા ૨ અને ઉત્કૃષ્ટ ૩ હોય છે. જે નારકોને પહેલા મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને ૧૪ પૂર્વોનું અધ્યયન નથી કર્યું અથવા ૧૪ પૂર્વનું અધ્યયન કર્યા પછી પણ કોઈ પ્રયોજન ન હોવાથી આહારક શરીર નથી બનાવ્યું તેમના આહારક સમુદ્યાત નથી હોતા. તેનાથી ભિન્ન જે નારક છે. તેમનાં જઘન્ય ૧ અથવા ૨ અને ઉત્કૃષ્ટ ૩ આહારક સમુદ્યાત હોય છે. જ નથી હોતા. કેમકે ૪ વાર આહારક શરીરનું નિર્માણ કરવાવાળા જીવ નારકમાં નથી જતા.
એકેએક નારકનાં ભાવી સમુદ્યાત કોઈના હોય છે અને કોઈના નથી હોતા. નથી હોતા તે ઉપર પ્રમાણે સમજવું. જેના હોય તેનાં જઘન્ય ૧, ૨, અથવા ૩ ઉત્કૃષ્ટ ૪ હોય છે. કેમકે તે પછી તે જીવ નિયમથી બીજી ગતિમાં નથી જતો અને આહારક સમુદ્યાત વિના જ સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે.
એ જ પ્રમાણે ૨૪ દંડકોના અતીત અને અનાગત આહારક સમુદ્ધાત સમજી લેવા જોઈએ. વિશેષ એ છે કે મનુષ્યને અતીત અને અનાગત આહારક સમુદ્યાત નારકની સમાન છે.
કોઈ પણ નારકને અતીત કેવલી સમુદ્દાત હોતો નથી. કેમકે કેવલી સમુદ્યાત પછી અંતર્મુહૂર્તમાં જ નિયમથી જીવોને મોક્ષની પ્રાપ્ત થઈ જાય છે. તેથી નરકમાં જવું સંભવ નથી. એકેએક ભાવી કેવલી સમુદ્યાત કોઈને થાય છે અને કોઈને થતો નથી. કેમકે કેવલી સમુદ્ધાત એક જ વાર થાય છે. પછી જીવને અંતર્મુહૂર્તમાં જ મોક્ષ મળી જાય છે. કોઈ કેવલી સમુદ્ધાત કર્યા વિના પણ કેવલી મોક્ષે જાય છે. અથવા જે ક્યારેય મુક્તિ પ્રાપ્ત કરશે જ નહીં. તેની અપેક્ષાએ ભાવી કેવલી સમુદ્યાત નથી હોતો. કેમકે અનંતા કેવલીઓને કેવલી સમુદ્ધાત કર્યા વિના જ સિદ્ધિ પ્રાપ્ત થયેલ છે. એ જ પ્રમાણે
૨૭