________________
પ્રમાણે આ ઇન્દ્રિય દ્વાર સમજવામાં અત્યંત સરળ છે.
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉવાય, વનસ્પતિ એ પાંચ દંડકોમાં એકેન્દ્રિય હેય છે. શંખ, છીપ, ઇયળ, પોરા, કરમિયા આદિને બેઇન્દ્રિય છે. જૂ, માંકડ, કડી, લીખ આદિને ત્રણ ઇન્દ્રિય છે. માખી, મચ્છર, ભમરા આદિને ચાર ઇન્દ્રિય છે. દેવો, મનુષ્યો, નારકો અને તિર્યંચ પંચેન્દ્રિયને પાંચ ઇન્દ્રિય છે.
એકેન્દ્રિયનાં - ૫ સ્થાવરનાં એ પાંચ દંડક છે. બેન્દ્રિયનો એક દંડક છે. તેઈન્દ્રિયનો ૧ દંડક છે. ચૌરેન્દ્રિયનો ૧ દંડક છે. અને પંચેન્દ્રિયના ઉપર બતાવ્યા પ્રમાણે ૧૬ દંડક છે.
બીજી રીતે કહીએ તો શ્રોતેન્દ્રિયના ઉપર પ્રમાણે ૧૬ દંડક છે. ચક્ષુન્દ્રિયના ૧૬ શ્રોતેન્દ્રિય + ૧ ચૌરેન્દ્રિય = ૧૭ દંડક છે. ધ્રાણેન્દ્રિયના ઉપરના ૧૭ દંડક # ૧ તેઇન્દ્રિયનો = ૧૮ દંડક છે. રસેન્દ્રિયના - આગળના ૧૮ + ૧ બેઇન્દ્રિયનો = ૧૯ દંડક છે. અને સ્પર્શેન્દ્રિયના આગળના ૧૯ દંડક + ૫ સ્થાવરના = ૨૪ દંડક છે.
સ્પર્શેન્દ્રિય વિનાનો કોઈ દંડક નથી. સંસારી દરેક જીવને સ્પર્શેન્દ્રિય હોય છે.
અહિંદિયા - એટલે કે ઇન્દ્રિયો હોય પણ ઉપયોગ કરતા નથી તેને અહિંદિયા કહેવાય છે. એક મનુષ્યના દંડકવાળા અહિંદિયા થઈ શકે છે.
સઈન્ડિયાના દંડક ૨૪ છે. એકાંત સઈન્દ્રિયના દંડક એક મનુષ્યનો વજીને ૨૩ દંડક છે. અણિદિયાનો એક મનુષ્યનો દંડક છે. ગુણસ્થાનમાં ઈજિય
એકેન્દ્રિયમાં ૧લું ગુણસ્થાન છે. બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં - ૧લું અને રજું ગુણસ્થાન છે. પંચેન્દ્રિયમાં - ૧ થી ૧૨ ગુણસ્થાન છે.
અહિંદિયામાં ૧૩ ને ૧૪ મું = ૨ ગુણસ્થાન છે. શરીરમાં ઇન્દ્રિય -
ઔદારિક શરીર, તૈજસ શરીર અને કાર્મણ શરીરમાં પાંચેય ઈન્દ્રિયો છે.
૨૮.