________________
જ કહી છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ નિયમથી આગલા ભવમાં સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. તેથી જ તેમની આગામી દ્રવ્યેન્દ્રિયો આઠ જ કહી છે.
બહુવચનમાં નારકોની બદ્ધ દ્રવ્યન્દ્રિયો અસંખ્યાત છે. કેમકે બધા નારકો અસંખ્યાત છે. મનુષ્યોની બદ્ધ દ્રવ્યન્દ્રિયો કદાચિત સંખ્યાત અને કદાચિત અસંખ્યાત હોય છે. કારણ કે કોઈક સમયે સંમૂ૭િમ મનુષ્યોનો સર્વથા અભાવ થઈ જાય છે. તેમનું અંતર ૨૪ મુહૂર્તનું છે. જ્યારે સંમૂચ્છિમ મનુષ્યનો સર્વથા અભાવ થઈ જાય તે સમયે મનુષ્યોની તે દ્રવ્યેન્દ્રિયો સંખ્યાત હોય છે. કેમકે ગર્ભજ મનુષ્ય સંખ્યાત જ હોય છે. પરંતુ જ્યારે સંમૂચ્છિમ મનુષ્ય ભળે ત્યારે બદ્ધ દ્રવ્યન્દ્રિયો અસંખ્યાત બને છે. સર્વાર્થસિદ્ધ મહાવિમાનના દેવ સંખ્યાત જ હોય છે. તેથી તેમની વર્તમાન અને આગામી દ્રવ્યેન્દ્રિયો સંખ્યાત જ કહી છે.
એક૧૩ એક નારકની નારકપણામાં અતીત દ્રવ્યેન્દ્રિય અનંત છે. બદ્ધ નથી અને આગામી કોઈની છે અને કોઈની નથી. જેની છે તેની ૮, ૧૬, ૧૪ સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત છે.
જે નારક નરકમાંથી નીકળીને પાછો કદી નારક થતો નથી. તેની આગામી દ્રવ્યેન્દ્રિયો હોતી નથી. જે ફરીથી કોઈ વખતે નરકમાં ઉત્પન્ન થશે તેની હોય છે. જો તે એકવાર ઉત્પન્ન થનાર હોય તો આઠ, બે વાર નારક થનારો હોય તો સોળ, ત્રણ વાર, નારક તરીકે ઉત્પન્ન થનાર હોય તો ૨૪, સંખ્યાત વાર ઉત્પન્ન થનાર હોય તો સંખ્યાત, અસંખ્યાત વાર ઉત્પન્ન થનાર હોય તો અસંખ્યાત અને અનંતવાર ઉત્પન્ન થનાર હોય તો અનંત હોય છે. એકેએક નારકની બદ્ધ દ્રવ્યેન્દ્રિય નથી હોતી કેમકે નરકમાંથી નીકળીને બીજા ભવમાં કદી પાછો નારક થતો નથી.
એક એક નારકની અસુરકુમારપણાની યાવત્ સ્વનિતકુમારની એક એક નારક પ્રમાણે જ હોય છે. અતીત દ્રવ્યેન્દ્રિય અનંત, બદ્ધ નથી. અને આગામી કોઈની છે અને કોઈની નથી. જેની છે તેની ૮, ૧૬, ૨૪ સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત છે. બદ્ધ નથી કેમકે નાટકો ઍવીને તરત બીજા ભવમાં દેવ થતાં નથી. એક એક નારકની પૃથ્વીકાયપણામાં અતીત દ્રવ્યેન્દ્રિય અનંત. બદ્ધ નથી. આગામી કોઈને હોય છે કોઈને નથી હોતી. જેને હોય છે તેને ૧,૨,૩ સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત છે. એ જ
૨૮૦