________________
જોઈએ. તે શબ્દો પુદ્ગલરૂપ છે. સાથે જ તે પુદ્ગલ સ્પષ્ટ હોવા જોઈએ. અસ્પૃષ્ટ શબ્દોને શ્રોત્ર ગ્રહણ કરી શકતા નથી. વળી તેઓ નિવૃત્તિ ઇન્દ્રિયના મધ્યમાં પ્રવિષ્ટ હોવી જોઈએ. આનાથી વધારે દૂર આવેલ શબ્દોને ગ્રહણ કરવાની શક્તિ શ્રોતેન્દ્રિયમાં હોતી નથી. એનાથી અધિક છેટે(દૂર)થી આવેલ શબ્દોનું પરિણમન મંદ થઈ જાય છે. એ કારણે તે શ્રવણ કરવાને યોગ્ય નથી રહેતી, તે સિવાય શ્રોતેન્દ્રિયમાં પણ એવું સામર્થ્ય નથી કે તે બાર યોજનથી અધિક દૂરથી આવેલા શબ્દોને સાંભળી શકે.
ચક્ષુઇન્દ્રિય જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ દૂર સ્થિતરૂપને ગ્રહણ કરે છે. અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન દૂર પર સ્થિતરૂપને દેખી શકે છે. ચક્ષુરિન્દ્રિય અછિન્ન અર્થાત્ દિવાલ આદિના વ્યવધાન રહિત અસ્પૃષ્ટ અને અપ્રવિષ્ટ અર્થાત્ નિવૃત્તિ ઇન્દ્રિયમાં પ્રવિષ્ટ નહિં થયેલ રૂપી પુદ્ગલોને દેખી શકે છે. તેનાથી આગળના રૂપને જોવાનું સામર્થ્ય ચક્ષુમાં નથી. ભલે વ્યવધાન ન પણ હોય.
પ્રાણેન્દ્રિયનો વિષય જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગથી આવેલા અને ઉત્કૃષ્ટ નવયોજનથી આવેલા અછિન્ન અર્થાત્ અન્ય દ્રવ્યોથી અપ્રતિહત અપૃષ્ટ ગંધને પ્રાણેન્દ્રિય ગ્રહણ કરે છે. પ્રાણેન્દ્રિય પ્રાપ્યકારી છે. અર્થાત્ પ્રાપ્ત વિષયને જ જાણે છે. એ કારણે નિવૃત્તિ-ઇન્દ્રિયનાં પ્રવિષ્ટ ગંધ દ્રવ્યોને જ ગ્રહણ કરે છે.
જિલ્લેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની વક્તવ્યતા પ્રાણેન્દ્રિયની સમાન કહેવી જોઈએ. એટલે કે શ્રોત આદિ ચાર ઇન્દ્રિયો પ્રાપ્યકારી હોવાના કારણે જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગથી પણ આવેલા શબ્દ, ગંધ, રસ અને સ્પર્શને જાણી શકે છે. પરંતુ
ક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારી હોવાથી જઘન્ય અંગુલના સંખ્યાતમાં ભાગ ૫૨ સ્થિત અવ્યવહિત રૂપી દ્રવ્યોને દેખે છે. એનાથી અધિક નિકટવર્તી રૂપને તે દેખી શકતી નથી. અંશુલ ત્રણ પ્રકારના છે. આત્માંગુલ, ઉત્સેધાંગુલ અને પ્રમાણાંગુલ. જે સમયમાં જે મનુષ્ય હોય છે. તે સમયના તેમના આંગુલ આત્માંશુલ કહેવાય છે. તેથી આત્માંગુલનું પરિમાણ અનિયત છે. આઠ પરમાણુઓ = ૧ ત્રસરેણુ, ૮ ત્રસ રેણુ ૧ ૨થરેણું, ૮ રથરેણું = ૧ વાભાગ્ર, ૮ વાભાત્ર = ૧ લીખ, ૮ લીખ = ૧ ચૂકા, ૮ ચૂકા = ૧ યવ વગેરે જેવા રૂપથી ઉત્સેધાંગુલ કહેવાય છે. એક ઉત્સેધાંગુલથી હજારગણું પ્રમાણાંગુલ છે.
૨૭૫
=