________________
વેદમાં વેશ્યા -
સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદમાં છ લેડ્યા હોય છે. અવેદીમાં એક શુકલલેશ્યા હોય છે. કેમકે અવેદીના ૮થી ૧૪ એટલે કે સાત ગુણસ્થાન છે. તેમાં ૧થી ૧૩માં માત્ર શુક્લલેશ્યા છે. ૧૪મા ગુણસ્થાનમાં અવેદી અને અલેશી છે. કષાયમાં વેશ્યા -
કષાયમાં ૬ લેશ્યા હોય છે. અકષાયમાં માત્ર શુકલેશ્યા જ હોય છે. કેમકે ૧૧થી ૧૪ એ ચાર ગુણસ્થાન અકષાયીનાં છે. ૧૧, ૧૨, ૧૩માં શુકલ લેગ્યા હોય છે અને ૧૪મા ગુણસ્થાને અકષાયી અને અલેશી છે.
કષાય અને લશ્યાનો અવિનાભાવી સંબંધ નથી. જ્યાં કષાય છે ત્યાં લેશ્યા અવશ્ય છે પરંતુ જ્યાં લેશ્યા છે ત્યાં કષાય ન પણ હોય. જેમ કે કેવલજ્ઞાનીને કષાય ન હોય તો પણ તેમનામાં લેશ્યાનાં પરિણામ હોય છે. જો કે તે શુકલેશ્યા જ હોય છે. સમુદ્ધાતમાં વેશ્યા -
વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય, તેજસ, અને આહારક સમુધાત એ છે સમુદ્દઘાતમાં છ લેશ્યા હોય છે. અને કેવલ સમુદ્ધાતમાં એક શુકલેશ્યા જ હોય છે. કેમકે કેવલ સમુદ્યાત ૧૩માં ગુણસ્થાનમાં થાય છે. ચારિત્રમાં વેશ્યા :
| સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપનીય એ બેમાં છ લેશ્યા અને પરિહારવિશુદ્ધ ચારિત્રમાં અંતિમ ત્રણ લેશ્યા હોય છે. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, અને યથાખ્યાત ચારિત્રમાં એક શુકલેશ્યા છે. શાનમાં લેગ્યા - કૃષ્ણલેશ્યા યાવત્ પધલેશ્યામાં -
બે, ત્રણ અથવા ચાર જ્ઞાન હોય છે. બે જ્ઞાન હોય તો મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. ત્રણ જ્ઞાન હોય તો મતિ, કૃત અને અવધિજ્ઞાન હોય છે. અથવા તો મતિ, શ્રુત અને મન:પર્યવજ્ઞાન હોય છે. ચાર જ્ઞાન હોય તો મતિ, શ્રુત, અવધિ અને
૨૬૭