________________
કાલિમા, ઉત્તમ પ્રસન્ના નામનું મદ્ય, રસથી ભરપૂર રમણીય થોડી ઓકટાલકોલિની મુખને મધુર કંરવાવાળી થોડીવારમાં કટુંક, નેત્રોને થોડા તામ્ર બનાવનારી, ઉત્કૃષ્ટ મદ્યને પ્રાપ્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી યુક્ત, આસ્વાદ કરતાં કરતાં યોગ્ય વિશેષ રૂપથી આસ્વાદાનીય, તૃપ્તિજનક, દર્યજનક, મદ કારિણી, બધી ઇન્દ્રિયો તેમ જ ગાત્રને આહલાદ ઉત્પન્ન કરનારી હોય છે, તેનાથી પણ પાલેશ્યાનો રસ અધિક ઈષ્ટતર યાવત અધિક મનોજ્ઞતર હોય છે.
પઘલેશ્યાનાં લક્ષણો :- (શુભતર મનોવૃત્તિ) આ મનોભૂમિમાં પવિત્રતાની માત્રા તેજોવેશ્યાની અપેક્ષાએ અધિક હોય છે.
જેમ કે ક્રોધ, માન કષાયની અલ્પતા થવી, માયા તથા લોભ કષાયની પણ અલ્પતા થવી, શાંતચિત્તવાળા બનવું, અશુભયોગનો પરિત્યાગ કરીને શુભ યોગમાં પ્રવૃત્ત થવું, મન, વચન, કાયાના યોગોને સદા પવિત્ર રાખવા તથા તીવ્ર તપશ્ચર્યા કરવી, થોડું અને હિતકર બોલવું, ઉપશમ લક્ષણોથી યુક્ત જીવોને પધલેશ્યાવાળા જાણવા. (૬) શુક્લલશ્યાનો વર્ણ -
શુકલેશ્યા વર્ણની અપેક્ષાએ શંખ, સ્ફટિકમણિ અને કુંદ પુષ્પની સમાન છે. દૂધના ભરેલા કુંભના જેવો, ચાંદીના હાર જેવો તથા મુક્તાહાર સમાન છે.
વળી શુકલલેશ્યાનો વર્ણ જેમ કોઈ અંતરત્ન, શંખ, ચંદ્રમા, મોગરો, દજ્જલ, જલકણ, દહીં, જમાવેલું દહીં, દૂધ, દૂધનો ઊભરો, સૂકી ફળી, મોરના પિંછાના મીંજ, તપાવેલી અને ધોયેલી ચાંદીની પાટ, શરદઋતુનો મેઘ, કુમુદનું દલ, શ્વેતકમળનું દળ, ચોખાના લોટની રાશિ, કુરજના પુષ્પોની રાશિ, સિન્દુવાર પુષ્પોની માળા, શ્વેત અશોક પુષ્પ, શ્વેત કણેરનું ફૂલ, શ્વેત બંધુજીવકનું ફૂલ, આદિનો વર્ણ શ્વેત હોય છે. તેનાથી પણ અધિક ઈષ્ટ યાવત્ અધિક મનોજ્ઞ વર્ણવાળી શુક્લલેશ્યા હોય છે.
આ છ લેશ્યાઓ પાંચ વર્ષની કહેવાય છે. કૃષ્ણલેશ્યા કાળાવર્ણદ્વારા, નીલ લેશ્યા નીલવર્ણદ્વારા, કાપોત લેશ્યા કાળાને લાલવર્ણદ્વારા, તેજલેશ્યા લાલવર્ણદ્વારા, પદ્મશ્યા પીળા વર્ગ દ્વારા, અને શુકલ લેણ્યા શુકલ વર્ણ દ્વારા કહેવાય છે.
૨૫૫