________________
(૭મું) લેશ્યાકાર
દંડક પ્રકરણમાં દંડકના ૨૪ ધારોની આગમિક ચર્ચા કરવામાં આવી છે. આ વિચારણામાં ૭મા દ્વારમાં વેશ્યા વિષયક ચર્ચા આવે છે. તેનું સંક્ષિપ્ત વિવેચન નીચે મુજબ છે. લેશ્યાનો અર્થ - -
લેશ્યા જૈન ધર્મનો મૌલિક સિદ્ધાંત છે. તેના વિભિન્ન અર્થો પ્રાપ્ત થાય છે.
(૧) જેના દ્વારા આત્મા કર્મોની સાથે શ્લેષને પ્રાપ્ત થાય છે તે લેહ્યા છે. કૃષ્ણ આદિ દ્રવ્યોનાં સાનિધ્યથી થનારા આત્માના પરિણામને વેશ્યા કહેવાય છે.” (૨) આત્માના પરિણામ વિશેષને વેશ્યા કહેવાય છે. (૩) આત્મ પરિણામ નિમિત્તભૂત કૃષ્ણાદિ દ્રવ્ય વિશેષને વેશ્યા કહેવાય છે. (૪) અધ્યવસાયને (૫) અંતઃકરણ વૃત્તિને (૬) તેજને (૭) દિપ્તિને (૮) જયોતિને (૯) કિરણને (૧૦) મંડલબિંબને (૧૧) દેહના સૌંદર્યને (૧૨) જ્વાલાને (૧૩) સુખને (૧૪) તથા વર્ણને વેશ્યા કહેવાય છે. આમ વેશ્યાના વિવિધ અર્થો પ્રાપ્ત થાય છે. લેશ્યાના પર્યાયો -
કર્મ લેશ્યા અને સકર્મ લેશ્યા એ વેશ્યાના પર્યાયવાચી શબ્દો છે. લેશ્યાના પ્રકારો - શાસ્ત્રમાં દર્શાવેલ લેગ્યાને વિભિન્ન પ્રકારે વિભાજિત કરેલ છે. લેશ્યાના બે ભેદ છે" :- દ્રવ્ય લેશ્યા અને ભાવ લેશ્યા દ્રવ્ય લેશ્યા" - શરીરના રંગને દ્રવ્ય લેશ્યા કહેવાય છે. ભાવ લેશ્યા - કષાયથી અનુરંજિત જીવની મન, વચન અને કાયાની પ્રવૃત્તિ
૨૪૯