________________
પ્રત્યેક વનસ્પતિકાય સિવાયના કોઈનું એક શરીર જોઈ શકાતું નથી. તેથી તેનાં સંસ્થાનો પણ જોઈ શકાતાં નથી. સૂક્ષ્મ પૃથ્વી આદિકનું અને બાદર પૃથ્વી આદિકનું પણ હુંડક સંસ્થાન ઉપર પ્રમાણે જ છે. પરંતુ વિશેષ એ જ કે સૂક્ષ્મ અને બાદર સાધારણ વનસ્પતિનું સંસ્થાન પણ વિવિધ કૃતિ છે.
નિગોદનું ઔદારિક શરીર પરપોટા જેવા આકારવાળું (એટલે નક્કર ગોળા જેવું) કહ્યું છે.
પ્રત્યેક વનસ્પતિકાયનું નિત્થસ્થ (અનિયત) કહ્યું છે. તથા વાઉકાય વૈક્રિય શરીર રચે તો તે પણ ધ્વજાના આકારે જ રચે છે. ૨૪ દેડકમાં ૬ સંસ્થાન
દેવના -૧૩ દંડકમાં - એક સમચતુરગ્ન સંસ્થાન હોય છે. મનુષ્યનાં ૧ દંડકમાં ૬ સંસ્થાન હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયનાં ૧ દંડકમાં-૬ સંસ્થાન હોય છે. ૩ વિક્લેન્દ્રિયનાં ૩ દંડકમાં- ૧ હંડક સંસ્થાન હોય છે. નારકીના ૧ દંડકમાં-૧ હંડક સંસ્થાન હોય છે. ૫ સ્થાવરના ૫ દંડકમાં-૧ હુંડક સંસ્થાન હોય છે.
કુલ નવ દંડકમાં- ૧ હુંડક સંસ્થાન હોય છે. દંડકમાં સંસ્થાનના ચિંતનનું કારણ -
સારા અર્થાત્ પ્રભાવશાળી સંસ્થાન પણ વધારે પુણ્યથી મળે છે. સંસ્થાન નામ એ શરીર સાથે જ હોય છે. પાંચેય શરીર પુણ્યની પ્રકૃતિમાં બતાવેલાં છે. સંસ્થાન શરીરમાં જ હોય છે. ઉત્તમ પુણ્યથી ઉત્તમ સંસ્થાન મળે છે. ઓછા પુણ્યથી સંસ્થાન ઉતરતી કક્ષાનાં મળે છે.
સારા સંસ્થાનથી વ્યક્તિત્વ પ્રભાવશાળી લાગે છે. પ્રભાવશાળી વ્યક્તિત્વના કારણે સામેની વ્યક્તિ આકર્ષાય છે. જેમ કેશી સ્વામીના પ્રભાવશાળી વ્યક્તિત્વથી
૨૨૫