________________
(૧) ઓઘ સંજ્ઞા -
જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી શબ્દ આદિના વિશેષ અર્થને જાણવાની ક્રિયાને ઓઘ સંજ્ઞા કહે છે. જ્ઞાનાવરણીય કર્મના અલ્પ થયોપશમથી ઉત્પન્ન થનારી અને અપ્રગટ ઉપયોગ રૂપ જીવનું વિભાવ પરિણમન તે ઓઘ સંજ્ઞા કહેવાય છે. વેલો આદિનું મંડપ ઉપર ચઢવું વગેરેથી તેનું જ્ઞાન થાય છે. દર્શનોપયોગને ઓઘ સંજ્ઞા કહે છે. (૧૧) મોહ સંજ્ઞા :
મોહનીય કર્મના ઉદયથી મિથ્યાદર્શનરૂપ પરિણતિને મોહ સંજ્ઞા કહે છે. (૧૨) દુઃખ સંજ્ઞા
- મોહનીય કર્મના ઉદયથી અસાતા વેદનીય અનુભવ ૩૫ જીવની પરિણતિને દુ:ખ સંજ્ઞા કહેવાય છે. (૧૩) સુખ સંશા -
- મોહનીય કર્મના ઉદયથી સાતાવેદનીય અનુભવરૂપ જીવની પરિણતિને સુખ સંજ્ઞા કહેવાય છે. (૧૪) વિચિકિત્સા સંશા :
.. મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી સંશયરુપ આત્માનું પરિણમન તે વિચિકિત્સા સંજ્ઞા કહેવાય છે. (૧૫) શોક સંજ્ઞા :
વિલાપ અને વિમનસ્તા રૂપ શોક સંજ્ઞા છે. (૧૬) ધર્મ સંજ્ઞા :
મોહનીય કર્મના ક્ષયોપશમથી કર્મક્ષયજનક દેશવિરતિ તથા સર્વવિરતિ રૂપ આત્માની સ્વભાવ પરિણતિને ધર્મ સંજ્ઞા કહે છે.
૨૦૯