________________
(૩) મૈથુન સંજ્ઞા :
સ્ત્રી આદિના વેદોદય રૂપ મૈથુન સંજ્ઞા છે. મૈથુનરૂપ ક્રિયામાં જે વાંછા હોય તેને મૈથુન સંજ્ઞા કહે છે. (૪) પરિગ્રહ સંશા :
- પરિગ્રહ સંજ્ઞા મૂર્છારૂપ છે. ધન-ધાન્યાદિના અર્જન કરવારૂપ જે ઇચ્છા થાય તેને પરિગ્રહ સંજ્ઞા કહેવાય છે. લોભ મોહનીયના ઉદયથી સંસારના કારણોમાં આસક્તિપૂર્વક સચિત તેમ જ અચિત્ત પદાર્થોને ગ્રહણ કરવાની ક્રિયા પરિગ્રહ સંજ્ઞા છે. (૫) ક્રોધ સંજ્ઞા :
અપ્રીતિરૂપ ક્રોધ સંજ્ઞા છે. ક્રોધ મોહનીયના ઉદયથી કોપ રૂપ પરિણતિ થવી તેને ક્રોધ સંજ્ઞા કહેવાય છે. (૯) માન સંજ્ઞા :
ગર્વરૂપ માન સંજ્ઞા છે. માન મોહનીયના ઉદયથી અહંકાર આદિની પરિણતિ થવી તે માન સંજ્ઞા છે. (૭) માયા સંજ્ઞા -
વક્રતારૂપ માયા સંજ્ઞા છે. માયા મોહનીય કર્મના ઉદયથી અશુભ અધ્યવસાય પૂર્વક મિથ્યાભાષણ આદિ છલપૂર્ણ ક્રિયા કરવી તેને માયા સંજ્ઞા કહે છે. (૮) લોભ સંશા -
આસક્તિ રૂપ લોભ સંજ્ઞા છે. લોભ મોહનીયના ઉદયથી લાલચુ બનીને સચિત્ત અને અચિત્ત દ્રવ્યોને ગ્રહણ કરવાની અભિલાષા થવી તેને લોભ સંજ્ઞા કહે છે. (૯) લોક સંજ્ઞા :
જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી અને મોહનીય કર્મના ઉદયથી તકરૂપ આત્માની વિભાવ પરિણતિ લોક સંજ્ઞા કહેવાય છે. જ્ઞાનોપયોગને લોક સંજ્ઞા કહે છે.
૨૦૮