________________
સંસ્થાન તૈજસ શરીરનાં સમાન જ હોય છે. અને તે જીવપ્રદેશો અનુસાર હોય છે.
પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, બેઈન્દ્રિય આદિ વિક્લેન્દ્રિય અને નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ પંચેન્દ્રિયના કાર્મણ શરીરનું નિરૂપણ આ જ પ્રકારે જાણવું જોઈએ. અજીવ દ્રવ્યોની અવગાહના :
જે પ્રદેશમાં ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અવગાહિત હોય છે તે પ્રદેશમાં ધર્માસ્તિકાયનો બીજો એક પણ પ્રદેશ અવગાહિત હોતો નથી. કારણ કે ત્યાં અવિદ્યમાન રહે છે. જે સ્થાન પર ધર્માસ્તિકાયનો એક પ્રદેશ પણ વિદ્યમાન રહે છે ત્યાં અધર્માસ્તિકાયનો એક પ્રદેશ પણ વિદ્યમાન રહે છે તે સ્થાન પર આકાશાસ્તિકાયનો એક જ પ્રદેશ વિદ્યમાન રહે છે. જીવાસ્તિકાયનાં અનંત પ્રદેશો અવગાહિત હોય છે. ત્યાં પુદ્ગલાસ્તિકાયમાં અનંતપ્રદેશો અવગાઢ હોય છે. જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયના પ્રદેશોનો એક એક ધર્માસ્તિકાય પ્રદેશના સ્થાનમાં સદ્ભાવ હોય છે. તેથી તે પ્રત્યેકના અનંત પ્રદેશો તે ધર્માસ્તિકાયના પ્રદેશને વ્યાપ્ત કરે છે.
ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અવગાહિત હોય છે તે સ્થાનમાં અદ્ધા સમય કયારેક અવગાહિત હોય છે અને ક્યારેક હોતા નથી. તેઓ તે સ્થાને અવગાહિત હોય તો અનંત અદ્ધાસમય ત્યાં અવગાહિત હોય છે. કારણે કે મનુષ્યલોકમાં જ અદ્ધા સમયોનો સભાવ હોય છે. મનુષ્યલોકની બહાર તેમનો સદ્ભાવ નથી. સદ્ભાવ હોય ત્યાં ધર્માસ્તિકાયના પ્રદેશનાં સ્થાનમાં અનંતરૂપે જ તેમનો સદ્ભાવ રહે છે.
જે સ્થાન પર એક અધર્માસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય ત્યાં ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય છે. કેમ કે પોતાના જ અવગાહ સ્થાનમાં પોતાના જ અન્ય પ્રદેશની અવગાહના થવાનો અભાવ રહે છે, અધર્માસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ છે, ત્યાં આકાશાસ્તિકાયનો પણ એક પ્રદેશ અવગાઢ હોય છે. ત્યાં જીવાસ્તિકાયના અનંત પ્રદેશો અવગાઢ છે. ત્યાં પુદ્ગલાસ્તિકાયના અંનતપ્રદેશ અવગાઢ છે. ત્યાં અદ્ધાસમયો ક્યારેક અવગાઢ હોય છે, ક્યારેક અવગાઢ હોતા નથી. અવગાઢ હોય છે તો અનંત રૂપે જ હોય છે. આકાશસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય છે તે પ્રદેશ પર ધર્માસ્તિકાયના પ્રદેશ
૧૮૯