________________
સર્વત્ર છે, અહીં મનુષ્યક્ષેત્રનું ગ્રહણ કરવાથી સમયક્ષેત્રથી અન્યત્ર મનુષ્યનો જન્મ અથવા સંહરણ સંભવિત નથી. તેથી એનાથી અધિક અવગાહના હોઈ શકતી નથી અઢીદ્વિપમાં સૂર્ય આદિના સંચારના કારણે વ્યક્ત થનાર સમય નામે કાલદ્રવ્ય છે.
મારણાત્તિક સમુદ્યાતથી સમવહત અસુરકુમારના તૈજસ શરીરની અવગાહના પહોળાઈ અને મોટાઈની અપેક્ષાએ શરીર પ્રમાણે હોય છે. લંબાઈની અપેક્ષાએ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ નીચે ત્રીજી પૃથ્વીના અધસ્ત ચરમાન્ત સુધી, તિષ્ઠિ સ્વયંભુરમણ સમુદ્રની બાહ્યવેદિકા સુધી અને ઉપર ઇષ~ાભાર પૃથ્વી સુધી કી છે. એ જ પ્રમાણ યાવત્ સ્વનિતકુમાર સુધી જાણવું. એ જ પ્રમાણે વાણવ્યંતર, જ્યોતિષ્કસૌધર્મ અને ઈશાન દેવોના તૈજસ શરીરની અવગાહના જાણવી. કારણકે અસુરકુમારથી યાવતુ ઇશાન દેવલોકના દેવ એકેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે. જ્યારે પોતાના કેયુર આદિ આભૂષણોમાં મૂચ્છિત થઈને તેજ પોતાના શરીરનાં આભૂષણોમાં પૃથ્વીકાયનારૂપમાં ઉત્પન્ન થાય છે ત્યારે અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના હેય છે. ઉત્કૃષ્ટ તો આગળ પ્રમાણે જાણવી.
સનકુમાર દેવના તૈજસ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના નીચે મહાપાતાલ કલશોનાં દ્વિતીય ત્રિભાગ સુધી, તિછ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અને ઉપર અશ્રુત કલ્પ સુધી જાણવી. સનકુમાર આદિ દેવભવના સ્વભાવથી એકેન્દ્રિય તથા વિકસેન્દ્રિયમાં પણ ઉત્પન્ન થતા નથી. તે પંચેન્દ્રિય તિર્યંચો અથવા મનુષ્યોમાં જ ઉત્પન્ન થાય છે. તેથી જ જયારે મંદર પર્વતની પુષ્કરણી આદિમાં જલાવગાહન કરતી વખતે આય ક્ષય થતાં એ જ જગ્યાએ નિકટ વર્તી પ્રદેશમાં મત્સ્યના રૂપમાં ઉત્પન્ન થાય છે. આ વખતની જઘન્ય અવગાહના અસંખ્યાતમા ભાગની હોય છે. ઉત્કૃષ્ટ નીચે પાતાલ કલશોમાં જેમની અવગાહના લાખ યોજનની છે. તેને બીજા વિભાગ સુધીની કહે છે. તિચ્છિ સ્વયંભૂરમણ સમુદ્ર પર્વતની અને ઉપર અશ્રુત કલ્પની હોય છે. જયારે કોઈ સનસ્કુમાર દેવ બીજા દેવની નિશ્રાથી અશ્રુત કલ્પમાં ગયા હોય અને પોતાના આયુનો ત્યાં જ ક્ષય થઈ જતાં કાળા કરીને તિચ્છ સ્વયંભૂરમણ સમુદ્ર પર્યત સુધી અથવા નીચે પાતાલ કળશના બીજા ત્રિભાગમાં મત્સ્ય આદિના રૂપમાં જન્મ લે છે. ત્યારે નીચા અને તિચ્છ પૂર્વોક્ત તેજસ શરીરની અવગાહના થાય છે. સનકુમાર દેવ સમાન યાવત્ સહસાર
૧૮૭