________________
વાણવ્યંતરોના શરીરો નારકોના ઔદારિક, વૈક્રિય શરીર જેવાં સમાન જાણવાં. વિશેષ એ છે કે તે શ્રેણીઓની વિખ્રભસૂચિ પ્રત્તરના સંખ્યાત શતવર્ગ પ્રતિભાગ. મુક્ત શરીર ઔદારિકોની સમાન આહારક શરીર જેવાં અસુરકુમારોનાં તૈજસ અને કાર્મણ જેવાં તેમનાં વૈક્રિય શરીર છે. જયોતિષ્કોના એ પ્રમાણે તેમની વિખ્રભસૂચિ પ્રતરનો ૨૫૬મો વર્ગ પ્રમાણખંડ. વૈમાનિકોના એ જ પ્રમાણે છે. વિશેષ એ છે કે તે શ્રેણિયોની વિષ્ઠભસૂચિ તૃતીય વર્ગમૂળથી ગુણિત અંગુલના દ્વિતીય વર્ગમૂળ અથવા અંગુલના તૃતીય વર્ગમૂળના ઘન પ્રમાણ માત્ર શ્રેણિયો શેષ તે જ પ્રમાણે છે.
પૃથ્વીકાયિકોમાં વૈક્રિય, આહારક શરીર બદ્ધ નથી કેમ કે તેમનામાં વૈક્રિય અને આહારક લબ્ધિનો અભાવ છે.
મનુષ્યોમાં બદ્ધ ઔદારિક શરીર કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત થાય છે. કેમ કે મનુષ્યો બે પ્રકારનાં છે. ગર્ભજ અને સંમૂચ્છિમ. ગર્ભજ મનુષ્યોની સત્તા સદૈવ રહે છે. તેથી જ કોઈ પણ સમયે ગર્ભજ મનુષ્ય હોય જ છે. પણ સંમૂચ્છિમ મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પણ અંતર્મુહૂર્તનું જ હોય છે. તેમનો વિરહકાળ ૨૪ મુહૂર્ત પ્રમાણે છે. એ રીતે જેમ કાળમાં સંમૂચ્છિમ મનુષ્યોનો અભાવ થાય છે ત્યારે માત્ર ગર્ભજ મનુષ્યો જ રહે છે. તે સમયે તેઓ સંખ્યાત હોય છે. કેમ કે ગર્ભજ મનુષ્યોની સંખ્યા સંખ્યાત જ કહી છે. પરંતુ જ્યારે સંમૂચ્છિમ મનુષ્યોની સત્તા હોય છે. તે સમયે મનુષ્ય અસંખ્યાત હોય છે. જઘન્ય પદમાં માત્ર ગર્ભજ મનુષ્યનું ગ્રહણ થાય છે. ઉત્કૃષ્ટ પદમાં મનુષ્ય અસંખ્યાત હોય છે. ચાર શરીર જીવસૃષ્ટ કહ્યા છે."
ચાર શરીર જીવસૃષ્ટ કહ્યા છે. વૈક્રિય, આહારક, તૈજસ અને કામણ ચાર શરીર ભક્ત છે. પરંતુ જીવ વડે વ્યાપ્ત જે શરીરો છે તે સ્પષ્ટ. જીવ વડે જ સ્પષ્ટ વૈક્રિયાદિ હેય છે. આ ચાર વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ શરીરો જીવથી સ્પષ્ટ જ હોય છે. જેમ ઔદારિક શરીર જીવમુક્ત હોય છે એમ આ શરીરોમાં બનતું નથી. અર્થાત જીવને છોડ્યા પછી મૃત શરીરમાં પણ ઔદારિક શરીરનો સદ્ભાવ કાયમ રહે છે. તેથી દારિક શરીર જીવ સૃષ્ટ જ હોય છે એવું કહી શકાતું નથી. પરંતુ વૈક્રિય આદિ
૧૬૧