________________
પ્રત્તરનો અસંખ્યાત્તમો ભાગ. તે શ્રેણીઓની વિધ્વંભ સૂચિ અસંખ્યાત ક્રોડા ક્રોડી યોજનની અસંખ્યાત શ્રેણીયોનાં વર્ગમૂળ બેઇન્દ્રિયોના ઔદારિક શરીરોથી બધ્ધોથી પ્રતર અપહૃત કરાય છે. કાળની અપેક્ષાથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી અંગુલના પ્રત્તરના અને આવલિકાના અસંખ્યેય ભાગપ્રતિ- ભાગથી તેઓમાં જે મુક્ત છે તેઓ સમુચ્ચય મુક્તોની સમાન છે. વૈક્રિય શરીર અને આહારકનાં શરીર બદ્ધ હોતાં નથી. મુક્ત સમુચ્ચય મુક્ત ઔદારિકના સમાન, તૈજસ અને કાર્યણ શરીર તેમના સમુચ્ચય ઔદારિકોની સમાન છે.
એ જ પ્રમાણે તેઇન્દ્રિય, ચૌરેન્દ્રયના શરીરોનું સમજવું. તિર્યંચ પંચેન્દ્રિયોના કથન એ જ પ્રમાણે. પરંતુ એટલું વિશેષ છે કે વૈક્રિય શરીરોમાં જે બદ્ધ છે તેઓ અસંખ્યાત છે. તે અસુકુમારો સંબંધી જે કથન છે તે પ્રમાણે છે. વિશેષતા એ છે કે શ્રેણિયોની વિધ્યુંભ સૂચિ આંગુલના પહેલા વર્ગમૂળના અસંખ્યાતમા ભાગ જેટલી છે. મુક્ત શરીરને પણ આ પ્રમાણે સમજવાં.
મનુષ્યોનાં ઔદારિક શરીરમાં બદ્ધ છે. તેઓ કદાચિત્ સંખ્યાત્ કદાચિત અસંખ્યાત હોય છે. જઘન્યપદમાં સંખ્યાત હોય છે. સંખ્યાત ક્રોડાક્રોડી ત્રિયમલપદના ઉપર ચતુઃયમલ પદની નીચે અથવા પંચમવર્ગથી ગુણિત છઠ્ઠા વર્ગ અથવા છન્નુવાર અડધી અડધી કરેલી રાશિ. ઉત્કૃષ્ટ પદમાં અસંખ્યાત છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણી કાળોથી અપહૃત થાય છે. ક્ષેત્રથી એકરૂપનો જેમાં આક્ષેપ કર્યો છે. એવા મનુષ્યોથી શ્રેણી અપહૃત થાય છે. તે શ્રેણીના આકાશક્ષેત્રોથી અપહરણ કરાય છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણીયો, અવસર્પિણીયોથી અપહૃત થાય છે. ક્ષેત્રથી ત્રીજા વર્ગમૂળથી ગુણિત અંગુલના પ્રથમ વર્ગમૂળ અને મુક્ત છે તે સમુચ્ચય મુક્ત ઔદારિકોની સમાન જાણવાં.
વૈક્રિય શરીરમાં બદ્ધ શરીરો સંખ્યાત છે. સમય સમયમાં અપહૃત થતાં થતાં સંખ્યાતકાળમાં અપહૃત થાય છે. પણ અપહૃત થઈ જતા નથી. તે મુક્ત છે. તેઓને સમુચ્ચય ઔદારિકની સમાન જાણવાં. આહા૨ક શરીરને સમુચ્ચય આહારક સમાન જાણવાં. તૈજસ અને કાર્યણ ને ઔદારિક સમાન જાણવાં.
૧૬૦