________________
૨૪ દેડકોની સમજ દંડકના કર્તાનો પરિચય
શ્રી ગજસાર મુનિ”
પુરાણકાળે ભગવાન રામચંદ્ર અને કર્મયોગી શ્રીકૃષ્ણ ઇતિહાસકાળે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ તથા આધુનિકયુગે, મહાત્મા ગાંધી, યોગીશ્રી અરવિંદ અને સંત વિનોબા જેવા પુરુષોત્તમોને જન્મ આપીને યુગે યુગે ભારતવર્ષે, ધર્મ-ચિંતનના ક્ષેત્રે, જગતનું ગુરુપદ સાચવ્યું છે. સમયના આ વિશાળ ફલક ઉપર ભારતવર્ષે કેટલાય તત્ત્વચિંતકો, શાસ્ત્ર પ્રણેતાઓ, સાધકો, યોગીઓ અને શાસ્ત્રવેતાઓની જગતને ભેટ આપી છે.
ગજસાર મુનિ ભારતવર્ષની આવી જ એક ધર્મ-દર્શન, શાસ્ત્રવેતા, જીવન સાધક વિદ્યા વિભૂતિ છે. સતત પુરુષાર્થ પરાયણ, સત્યશોધક એવા આ પંડિત પુરુષે જ્ઞાનમાર્ગે પોતાના અંતરને અજવાળીને સચ્ચરિત્ર દ્વારા જીવનને નિર્મળ અને ઉર્ધ્વગામી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. સમતાભર્યું એમનું શીલ છે, સત્યમૂલક સમન્વયગામી એમની પ્રજ્ઞા છે. ત્યાગ, તિતિક્ષા અને સંયમને વરેલું એમનું જીવન છે.
શ્રી ગજસાર મુનીનો જન્મ ક્યાં થયો તે અને તેમના માતાપિતાનું નામ જણાવવામાં આવેલ નથી. શ્રી ગજસાર મુનિ શ્રી જિનહંસસૂરિ નામના આચાર્યના શાસનમાં થયા છે. શ્રી જિનહંસસૂરિ ખરતર ગચ્છના આચાર્ય હતા. શ્રી ગજસાર મુનિ શ્રી ધવલચંદ્ર મુનિના શિષ્ય હતા. તેઓશ્રીનું સંવિગ્નપંડિત શ્રી અભયોદયગણિની પાસે લાલન-પાલન થયેલું એટલે કે તેઓ તેમની પાસે પણ દીર્ઘકાળ સુધી રહ્યા હતા.
૧૨૯