________________
૨૪ દડકોની સમજ
જૈન દર્શનમાં કુલ ૨૪ દંડકો વર્ણવામાં આવ્યા છે. દંડક એ જૈન દર્શનનો પારિભાષિક શબ્દ છે. તેનો અર્થ જેના દ્વારા આત્મા દંડાય છે, દુઃખી થાય છે. ભૌતિકદષ્ટિએ સુખી થાય છે. અને ચારેય ગતિમાં ભટકે છે તેને દંડક કહેવાય છે. આગમના અર્થને અનુસરી ૨૪ દંડકોની ચર્ચા કરી છે. તેની સંક્ષેપમાં સમજ નીચે પ્રમાણે છે.
' નરક સાત છે. સાતેય નરકનો દંડક ૧ બતાવેલ છે. અસુરકુમારાદિ ૧૦ ભવનપતિ છે. દેવોના મુખ્ય ચાર પ્રકારોમાં ભવનપતિનો એક ભેદ છે. ૧૦ ભવનપતિના અલગ દંડક હોય છે તેથી તેમના ૧૦ દંડકો ગણાય છે. તિર્યંચગતિમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રીય અને તિર્યંચ પંચેન્દ્રિય એમ સંક્ષેપમાં પ્રકારો બતાવ્યા છે. એકેન્દ્રીય છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય, પાંચેયના અલગ દંડક હોય છે. તેથી પાંચ સ્થાવરના પાંચ દંડકો બતાવ્યા છે. બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, અને ચૌરેન્દ્રિય એ ત્રણ વિકલેન્દ્રિય ગણાય છે. બેઇન્દ્રિયનો ૧ દંડક, તે ઇન્દ્રિયનો ૧ દંડક, ચૌરેજિયનો ૧ દંડક આ રીતે વિશ્લેન્દ્રીયના ૩ દંડક બતાવ્યા છે. તિર્યંચ પંચેન્દ્રીયનો ૧ દંડક બતાવેલ છે. મનુષ્ય ગતિનો દંડક ૧ બતાવેલ છે. વાણવ્યંતરદેવનો ૧ દંડક, જ્યોતિષી દેવનો ૧ દંડક, વૈમાનિકનો ૧ દંડક છે. આમ,
નરક ગતિનો ૧ દંડક તિર્યંચ ગતિના ૯ દંડક મનુષ્ય ગતિનો ૧ દંડક દેવ ગતિના ૧૩ દંડક
કુલ ૨૪ દંડક થાય છે.
૧૪