________________
તેને સમુદ્દાત કહેવાય. સમુદ્દાત કરતી વખતે જીવના આત્મપ્રદેશો પોતાના શરીરની અવગાહના કરતાં બહાર નીકળે છે. તે વખતે તે આત્મ પ્રદેશો ઉપર જે કર્મો રહેલાં હોય તેનો એકી સાથે નાશ થાય છે. જો તે વખતે જીવ સમતા ભાવમાં રહે તો એનાથી વધારે કર્મોનો બંધ થતો નથી, પણ જીવ તે વખતે કષાયને આધીન થઈને ગુસ્સો કરતો હોય તો જેટલાં કર્મો ખપે છે એનાં કરતાં વિશેષ રીતે જોરદાર કર્મો બાંધે છે. માટે સમુદ્દાતને ઓળખીને એનાથી સાવધ રહેવાનું છે.
(૧૦) દૃષ્ટિ દ્વાર :
આત્માની અશુદ્ધિના પ્રકર્ષની તરતમતાને અને શુદ્ધિની પ્રકર્ષ અપકર્ષની તરતમતાને દૃષ્ટિ કહેવાય છે. સમ્યગદષ્ટિ સમકિતીને હોય છે. મિથ્યાદ્રષ્ટિ પહેલા ગુણસ્થાને હોય છે. મિશ્રદૃષ્ટિ ત્રીજા ગુણસ્થાને હોય છે.
(૧૧) દર્શન દ્વાર ઃ
નામ-જાતિ-ગુણ-ક્રિયાદિની કલ્પના રહિત જેનાથી જીવોને સામાન્ય બોધ પેદા થાય છે તેને દર્શન કહેવાય છે. અનાદિકાળથી જીવોને જ્ઞાન અને દર્શન અંતર્મુહૂર્ત ઉપયોગ રૂપે ચાલુને ચાલુ જ હોય છે. એક અંતર્મુહૂર્ત જ્ઞાનનો અને એક અંતર્મુહૂર્ત દર્શનનો ઉપયોગ હોય છે. જીવો એ દર્શનના અને જ્ઞાનના ઉઘાડથી વિશેષ કર્મબંધ કરતા જાય છે. અને પોતાનો દુઃખમય સંસાર વધારતા જાય છે. એ જ દંડ પામ્યા કહેવાય છે.
(૧૨) શાનદ્વાર :
નામ, જાતિ, ગુણ અને ક્રિયાદિના વિશેષ અવબોધને જ્ઞાન કહે છે. ક્રિયાચારિત્ર-તપની તથા સમ્યગ્દર્શનની પણ નિર્મળતા, શુદ્ધતા ઉત્તમ જ્ઞાન પર જ નિર્ભર છે.
પ્રારબ્ધ અથવા સંચિત કર્મોનો ક્ષણ માત્રમાં વિનાશક કોઈ પણ હોય તો તે એક સમ્યગ્નાની જ છે. મોક્ષની પ્રાપ્તિ સભ્યજ્ઞાન ઉપર જ નિર્ભર છે. જ્ઞાન એ આત્માનો સ્વ-પર પ્રકાશક અસાધારણ ગુણ છે.
૧૧૮