________________
સમાવેશ થાય છે.
(૧૩) વૈમાનિક દેવોનો દંડક - કલ્પોપન અને કલ્પાતીત દેવો બંનેનો સમાવેશ થાય છે.
આ રીતે ૧ + ૯ + ૧ + ૧૩ = ૨૪ દંડકો થાય છે. કે જ્યાં જીવો દંડાયા જ કરે છે.
૨૪ દ્વારો :દંડક પ્રકરણની જેમ ૨૪ ધારો બતાવ્યાં છે. દંડક પ્રકરણમાં આપેલાં એ દ્વારોમાં જે વિશેષતા હોય છે તે દંડક વિવેચનમાં બતાવેલ છે. (૧) શરીરકાર :
ઔદારિક શરીર, ધર્મ અને અધર્મ ઉપાર્જન કરવામાં સમર્થ હોય છે. ઔદારિક શરીરવાળા સુખ અને દુઃખનો અનુભવ કરતાં કરતાં પોતાના સંપૂર્ણ ધર્મને પેદા કરી શકે છે. વૈક્રિય શરીરથી સુખ, દુઃખનો અનુભવ કરતા જીવો ધર્મને પ્રાપ્ત કરી શકતા નથી. ઔદારિક શરીર તો સાધનાનો આધાર-મોક્ષનગરની સોપાન શ્રેણી અંતર આત્માનું એક અદ્ભુત મંદિર છે. જગતમાં આ ઔદારિક શરીરો અસંખ્યાતા હોય છે. મનુષ્યો અને તિર્યંચોને ઉત્તરવૈક્રિય શરીર હોય છે તે સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા જીવોને હોય છે. આહારક શરીર માત્ર છઠ્ઠા ગુણસ્થાનમાં રહેલા જીવો જ કરી શકે છે. આ આહારેક શરીર આખા ભવચક્રમાં ચાર વાર જ કરે છે. આ શરીર પુરુષવેદી અને નપુંસકવેદી જીવો કરી શકે છે. સ્ત્રીવેદી જીવો કરી શકતા નથી. કેમ કે સ્ત્રીઓને ૧૪ પૂર્ણ ભણવાનો નિષેધ છે. બધા જીવોના તૈજસ શરીર ભિન્ન ભિન્ન હોય છે. આથી તૈજસ શરીરો અનંતા હોય છે. અને કાશ્મણ શરીરો પણ અનંતા હોય છે. (૨) અવગાહના દ્વાર :
જીવો જેમ શરીરથી દંડ પામે છે તેમ તેમના શરીરની ઊંચાઈ આદિથી પણ દંડ પામતા જાય છે.
૧૧૫