________________
(૩) તેઉકાય દંડક :- આ તેઉકાય જીવો બાદરરૂપે અઢીદ્વિપ ક્ષેત્રમાં જ હોય છે.
આથી એ દંડક જુદો ગણ્યો છે. વાઉકાય દંડક :- આ જીવો ચૌદ રાજલોકમાં રહેલા હોય છે. માટે એનો દંડક
જુદો ગણ્યો છે. (૫) વનસ્પતિકાય દંડક - જ્યાં પાણી હોય ત્યાં વનસ્પતિ હોય છે. તથા એ સિવાય
પ્રત્યેક વનસ્પતિકાય જીવો પણ જુદા સ્થળોમાં હોય છે. માટે એનો દંડક જુદો
ગણ્યો છે. (૬) બેઇન્દ્રિય જીવોનો દેડક :- આ જીવો નારકીના ક્ષેત્રોમાં અને દેવલોકના ક્ષેત્રોમાં ન ઉત્પન્ન થતા નથી. આથી જુદો દંડક ગણ્યો છે. (૭) તેઈન્દ્રિય જીવોનો દંડક - બેઇન્દ્રિયની સમાન તેઈન્દ્રિય છે. પરંતુ બેઈન્દ્રિય કરતાં
તેઈન્દ્રિયમાં એક ઇન્દ્રિય વિશેષ હોવાથી જુદો દંડક ગણ્યો છે. (૮) ચૌરેન્દ્રિય જીવોનો દંડક :- તેઇન્દ્રિયની સમાન ચૌરેન્દ્રિય છે. પરંતુ તેઈન્દ્રિય
કરતાં ચૌરેન્દ્રિયમાં એક ઇન્દ્રિય વિશેષ હોવાથી જુદો દંડક ગણ્યો છે. (૯) પંચેન્દ્રિય તિર્યંચનો દડક :- આ દંડકમાં સંશી તિર્યંચો તથા અસંજ્ઞી તિર્યંચો એ
બંનેનો સમાવેશ કરેલો છે. (૧) મનુષ્યગતિનો એક દેડક - આ દંડકમાં સંજ્ઞી મનુષ્યો તથા અસંશી મનુષ્યો બંનેનો સમાવેશ કરેલો છે.
દેવગતિના ૧૩ દેડકો - (૧૦) ભવનપતિના - ૧૦ દેડકો છે - જેમાં ભવનપતિ અને પરમાધામી દેવોનો સમાવેશ થાય છે.
(૧૧) વ્યંતર દેવોનો દંડક - જેમાં વ્યંતર જાતિના દેવો અને જૂભંગ જાતિના દેવોનો સમાવેશ થાય છે.
(૧૨) જ્યોતિષી દેવોનો દંડક - જેમાં ચર અને અચર બંને પ્રકારના દેવોનો
૧૧૪