________________
(૪૬) પરિતાદિ દ્વાર :
જેના સંસારનો અંત સંખ્યાતા ભવમાં થાય તેને પરિત કહે છે. અને જે જીવે સંસારને ટૂંકો કરેલ નથી તેને અપરિત કહે છે. ચોવીસે દંડકમાં એ બંને બોલ છે. (૪૭) ચરમા ચરમાર :
સંસારાવસ્થાનો છેલ્લો ભવ કે જે ભવના ક્ષયે મોક્ષે જવું છે તેને ચરમ કહે છે. સંસાર આશ્રીને હજી ઘણા ભવ કરવાના છે તેને અચરમ કહે છે. ચોવીસે દંડકમાં ચરમ, અચરમ બને છે. નિશ્ચયથી ચરમ શરીરી એક મનુષ્યના દંડકમાં જ છે. (૪૮) સંશી અસંશી હાર :
સંજ્ઞી એટલે જેને મન હોય છે. અને જેને મન ન હોય તેને અસંજ્ઞી કહે છે. નારકીનો ૧, ભવનપતિના ૧૦, તિર્યંચ પંચેન્દ્રિયનો ૧, મનુષ્યનો ૧, એ ૧૪ દંડકમાં સંશી અસંશી બને છે. જ્યોતિષીનો ૧, વૈમાનિકનો ૧ એ બે દંડકમાં એકલા સંશી છે. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય એ આઠ દંડકમાં ફક્ત અસંશી છે. (૪૯) સૂમ બાદર તાર ,
છદ્મસ્થ પોતાની કોઈ પણ ઇન્દ્રિયથી ઓળખી ન શકે પણ જ્ઞાની જાણી દેખી શકે તે સૂક્ષ્મ, અને છદ્મસ્થ પોતાની ઇન્દ્રિય દ્વારા જોઈ શકે અને જાણી શકે તે બાદર. પાંચ સ્થાવરના પાંચ દંડકમાં સૂક્ષ્મ અને બાદર બને છે. બાકીના ૧૦ દંડકમાં બાદર છે. (૫૦) ત્રણ-સ્થાવર દ્વાર :
જેનામાં હાલવા ચાલવાની શક્તિ છે તેને ત્રાસ કહેવાય છે. જેનામાં ગમનાગમન કરવાની શક્તિ નથી તેને સ્થાવર કહેવાય છે. (૧) પૃથ્વીકાય (૨) અપકાય (૩) તેઉકાય (૪) વાઉકાય (૫) વનસ્પતિ એ પાંચ એકેન્દ્રિયના પાંચ દંડક સ્થાવર છે અને શેષ ૧૯ દંડક ત્રસ છે. (૫૧) પ્રત્યેક સાધારણ ધાર :
શરીરે શરીરે એકેક જીવ હોય તેને પ્રત્યેક કહે છે. એક શરીરમાં અનંતાજીવ હોય તેને સાધારણ કહે છે. વનસ્પતિના દંડકમાં પ્રત્યેક અને સાધારણ બને છે. બાકીના ૨૩
૧૦૩