________________
રોમ અને કવળ આહાર જેવા આહારના પ્રકારો બતાવીને કયા જીવોને કયા કયા આહાર હોય અને કયા દંડકમાં કેટલા સમયે આહારની ઇચ્છા થાય છે તેનું વર્ણન કર્યું છે. (૪) શરીદ્વાર :
તેમાં પાંચ શરીરોની વ્યાખ્યા કરીને કયા દંડકમાં કેટલાં શરીર હોય છે તેનું વિવેચન કર્યું છે. જે દંડક પ્રકરણમાં આપેલ છે.
(૫) સ્થૂલ અને સૂક્ષ્મ શરીર ઃ
ઔદારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ સ્થૂલ શરીર તથા તૈજસ અને કાર્પણ શરીર ને સૂક્ષ્મ શરીર બતાવ્યાં છે.
(૬) શ્વાસોશ્વાસ દ્વાર :
તેમાં શ્વાસોશ્વાસ લેવાનો સમય બતાવેલ છે.
(૭) ભાષાદ્વાર :
તેમાં ભાષાના પ્રકાર અને ભાષા પર્યાપ્તિનો સમય બતાવેલ છે. પાંચ સ્થાવર વર્જી ૧૯ દંડકમાં ભાષા બોલનારા છે.
(૮) મન દ્વાર :
મનના પ્રકાર અને મન પર્યાપ્તિનો સમય બતાવેલ છે. સંશીના ૧૬ દંડકમાં મનનો યોગ છે.
(૯) પર્યાપ્તિદ્વાર :
નામ કર્મના ઉદયથી પુદ્ગલોનું ગ્રહણ અને ચય ઉપચય થાય છે અને વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી તે પુદ્ગલોની પરિણમાવવાની જીવની શક્તિ વિશેષને પર્યાપ્તિ કહે છે.
(૧૦) કર્મદ્વાર :
આઠ કર્મોનું કર્મપ્રકૃત્તિ ઉપર વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. ઘાતી-અઘાતી કર્મ, ધ્રુવબંધી, અવબંધી પ્રકૃત્તિ આદિ બતાવેલ છે. ચોવીસે દંડકમાં આઠ કર્મો છે.
Εξ