________________
જૈન સૈદ્ધાંતિક સાહિત્યમાં દંડકનું સ્થાન.
દંડક વિશેના જુદા જુદા ગ્રંથો અને તેનો પરિચય
(૧) શ્રી દંડકાવબોધ ગ્રંથ :
આ ગ્રંથની રચના કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી સંપ્રદાયના ૫. પૂ. આચાર્યશ્રી કર્મસિંહજી સ્વામીના સુશિષ્ય પ. પૂ. માણેકચંદ્રજી સ્વામીએ કરી છે. તેઓશ્રીને શાસ્ત્ર અને સ્વાધ્યાય માટે અપૂર્વ પ્રેમ હતો. સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓને થોકડાઓનું વાચન સુંદર શૈલીથી કરાવતા અને રહસ્ય સમજાવતા. તેમની સમજાવવાની ખૂબી એવી હતી કે સામેની વ્યક્તિને ગમે તેવો અઘરો વિષય પણ સહેલાઈથી સમજાઈ જતો.
ચોવીસે દંડકોમાં દંડાવાનાં સ્થાનો, કારણો વગેરેનું જેનાથી જ્ઞાન થાય તેનું નામ જ ‘દંડકાવબોધ’.
આ દંડકાવબોધ ગ્રંથમાં કર્તાએ ૨૪ દ્વારોના બદલે ૮૯ દ્વારોનું વર્ણન કરીને સૂક્ષ્મ રીતે છણાવટ કરી છે. તે દ્વારો કર્તાએ નીચે પ્રમાણે બતાવ્યા છે. (૧) નામ દ્વાર :
૨૪ દંડકોના નામનો ઉલ્લેખ કર્યો છે.
(૨) જીવભેદદ્વારઃ (વ્યવહાર નયથી)
જીવના સંક્ષેપમાં ૧૪ ભેદો બતાવીને કયા દંડકમાં કેટલા અને કયા કયા ભેદો હોય છે તે બતાવેલ છે. વિસ્તારથી જીવના ૫૬૩ ભેદો બતાવીને કયા દંડકમાં કેટલા ભેદ્યે છે તે બતાવેલ છે.
(૩) આહાર દ્વાર :
આભોગ અને અણાભોગ આહાર, સચિત, અચિત અને મિશ્રઆહાર, ઓજ,
૯૫