________________
(૨) અનુયોગચૂર્તિ - - પ્રસ્તુત ચૂર્ણિ મૂળ સૂત્રનું અનુસરણ કરતાં મુખ્યત્વે પ્રાકૃતમાં લખેલી છે. આ ચૂર્ણિમાં આવશ્યક, તંદુલવૈચારિક આદિનો નિર્દેશ કર્યો છે. ૭ નામના રૂપમાં સાતસ્વરનું સંગીત શાસ્ત્રની દૃષ્ટિથી સૂક્ષ્મ વિવેચન કર્યું છે. નવવિધ નામનું નવ પ્રકારનાં કાવ્યરસનારૂપ વર્ણન કર્યું છે. ઔદારિકાદિ શરીર ગર્ભનાદિ મનુષ્યની સંખ્યા, સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષયો પર પ્રસ્તુતચૂર્ણિમાં પ્રકાશ પાડેલ છે. (૩) આવશ્યક્યૂર્ણિ૭ :- આ ચૂર્ણિ મુખ્યરૂપથી નિયુક્તિનું અનુસરણ કરીને લખી છે. તેની ભાષા પ્રાકૃત છે. ભાષામાં પ્રવાહ છે. શૈલી પણ ઓજપૂર્ણ છે. ભાવમંગલના રૂપમાં જ્ઞાનનું વિસ્તૃત વર્ણન કરેલ છે. સામાયિક નામના પ્રથમ આવશ્યકનું વર્ણન કરતાં ચૂર્ણિકારે સામાયિકનું બે દષ્ટિથી વિવેચન કર્યું છે. દ્રવ્ય પરંપરાની પુષ્ટિ માટે મૃગાવતનું દ્રષ્ટાંત આપ્યું છે. સામાયિકનો ઉદ્દેશી નિર્ગમ આદિ કારોથી વિચાર કરીને ભગવાન ઋષભદેવના ધનાસાર્થવાહ આદિ ભવોનું વિવરણ કર્યું છે. બાકીના ૫ અધ્યયનનું પણ વિવિધ દષ્ટિઓથી વર્ણન કર્યું છે. આવશ્યક ચૂર્ણિના પરિચયથી સ્પષ્ટ થાય છે કે ચૂર્ણિકાર જિનદાસગણિ મહતરે પોતાની પ્રસ્તુત કૃતિમાં આવશ્યકનિર્યુક્તિમાં નિર્દિષ્ટ બધા વિષયોનું વિસ્તારપૂર્વક વિવેચન કર્યું છે. (૪) દશવૈકાલિક્યૂર્ણિ૮ :' ' આ ચૂર્ણિ પણ નિર્યુક્તિનું અનુસરણ કરતાં લખી છે. એની ભાષા મુખ્યત્વે પ્રાપ્ત છે. પ્રથમ અધ્યયનમાં કાલ, દુમ, ધર્મ આદિ પદોનો નિક્ષેપ પદ્ધતિથી વિચાર ર્યો છે. બીજા અધ્યયનમાં પૂર્વ, કામ, પદ આદિ પદોનું વિવેચન કર્યું છે. ત્રીજા અધ્યયનમાં દઢ આચારનું પ્રતિપાદન કર્યું છે. ચોથા અધ્યયનમાં જીવ, અજીવ, ચારિત્ર ધર્મ આદિના સ્વરૂપનું, -પાંચમા અધ્યયનમાં સાધુના ઉત્તરગુણોનું, છઠ્ઠા અધ્યયનમાં ધર્મ, અર્થ, કામ આદિનું, સાતમા અધ્યયનમાં ભાષા સંબંધીનું, આઠમાં અધ્યયનમાં ઇન્દ્રિયાદિ પ્રસિધિઓનું, નવમા અધ્યયનમાં લોકોપચાર વિનય, અર્થવિનય આદિનું અને ૧૦મા અધ્યયનમાં ભિક્ષા સંબંધી ગુણોનું પ્રતિપાદન કર્યું છે.