________________
આ ચારને શરણ માનેલ છે. તેથી તેને ચતુઃ શરણ કહેવાય છે. તેમાં ષડાવશ્યકની ચર્ચા છે. આ પ્રકીર્ણક વીરભદ્રકૃત છે.
(૨) આતુર પ્રત્યાખ્યાન” :
તેમાં ૭૦ ગાથાઓ છે. આ પ્રકીર્ણકમાં મુખ્યત્વે બાલ મરણ અને પંડિત મરણનું વિવેચન છે. આચાર્યે મરણના ૩ પ્રકારો બતાવ્યા છે. અંતમાં મારણાંતિક પ્રત્યાખ્યાનની ઉપાદેયતા બતાવી છે.
(૩) મહાપ્રત્યાખ્યાન ૫ :
મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણકમાં ૧૪૨ ગાથાઓ છે. તેમાં ત્યાગનું વિસ્તૃત વર્ણન છે.. આ પ્રકીર્ણકમાં પંડિત મરણ, પાંચ મહાવ્રત, વૈરાગ્ય, આલોચના આદિ ઉપર પ્રકાશ પાડયો છે. અને આચાર્યે બતાવ્યું છે કે પ્રત્યાખ્યાનનું સારી રીતે પાલન કરવાવાળા વૈમાનિક દેવ અથવા સિદ્ધ થાય છે.
(૪) ભક્તપરિશા :
ભક્ત પરિશામાં ૧૭૨ ગાથાઓ છે. આ પ્રકીર્ણકમાં ભક્ત પરિજ્ઞા નામના મરણનું વિવેચન છે. આ મરણથી આરાધના પૂર્ણ રીતે સફળ થાય છે. તેના ત્રણ પ્રકાર બતાવ્યા છે. ભક્તપરિક્ષા, ઇંગિની, અને પાદોપગમન. આ પ્રકીર્ણકના કર્તા વીરભદ્ર છે. (૫) તંદુલવૈચારિક :
આ પ્રકીર્ણકમાં ૧૩૯ ગાથાઓ છે. સો વર્ષની ઉંમરવાળો પુરુષ કેટલા “તંદુલ” ચોખા ખાય છે તેની સંખ્યાપૂર્વક વિશેષ વિચારણા કરવાના કારણે ઉપલક્ષણથી આ પ્રકીર્ણકને તંદુલ વૈચારિક કહેવાય છે. અંતમાં બતાવ્યું છે કે આ શરીર, જન્મ, જરા, મરણ અને વેદનાથી ભરેલું છે. શરીરની અનિત્યતા સમજીને આરાધના કરવાથી ત્રિવિધ તાપથી મુક્તિ મળે છે.
(૬) સંસ્તારક :
આ પ્રકીર્ણકમાં ૧૨૩ ગાથાઓ છે. સંસ્તારક અર્થાત્ તૃણ આદિની શય્યાનું
૨૦