________________
(૯) છતકલ્પ૦ :
જતકલ્પસૂત્રના પ્રણેતા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે. આ ગ્રંથમાં નિગ્રંથનિગ્રંથીઓના ભિન્ન-ભિન્ન અપરાધ સ્થાનક વિષયક પ્રાયશ્ચિતનો જીત વ્યવહારના આધારે નિરૂપણ કરેલો છે. તેમાં કુલ ૧૦૩ ગાથાઓ છે. પ્રાયશ્ચિતની આલોચના, પ્રતિક્રમણ આદિ ૧૦ પ્રકાર બતાવ્યા છે.
ચૂલિકાસૂત્રનો પરિચય : (૧) નંદીસૂત્ર :
નંદીસૂત્રમાં પાંચ જ્ઞાનનું વિસ્તારથી વર્ણન કરેલું છે. પ્રથમ ૫૦ ગાથામાં મંગલાચરણ કર્યું છે. આભિનિબોધિક જ્ઞાનના કૃતનિશ્રિત અને અશ્રુતનિશ્રિત રૂપ એવા બે ભેદ છે. શ્રુતજ્ઞાનના અક્ષર, અનાર આદિ ૧૪ ભેદ છે. અવધિજ્ઞાનના અનુગામી, અનાનુગામી આદિ ૬ ભેદ છે. મન:પર્યવ જ્ઞાનના ઋજુમતિ અને વિપુલમતિ રૂપ એવા બે પ્રકાર છે. ક્વલ જ્ઞાનના પણ બે પ્રકાર બતાવ્યા છે. નંદીસૂત્રમાં સુધર્મા સ્વામીથી લઈને દુષ્યગણી સુધીની સ્થવિરાવલી બતાવી છે. અને ત્યાર પછી ૧૪ પ્રકારના શ્રોતાનું વર્ણન કર્યું છે. આ સૂત્ર લગભગ ૭૦૦ શ્લોક પ્રમાણ છે. (ર) અનુયોગ દ્વારસૂત્ર :
અનુયોગ દ્વારમાં આવશ્યક સૂત્રનું વ્યાખ્યાન છે. પ્રસ્તુત સૂત્રમાં આવશ્યક શ્રુત, અનુયોગના ઉપક્રમાદિ ચાર ધાર, તેનું વિવરણ, નામના દસ ભેદ, ૬ ભાવ, સાત સ્વર, આઠ વિભક્તિ, નવરસનું સ્વરૂપ, સંખ્યાત અસંખ્યાત, અનંતના ભેદ, પ્રભેદ જેવા આ વિષયોનો સમાવેશ થાય છે. આ સૂત્રનું ગ્રંથમાન લગભગ ૨૦૦૦ શ્લોક પ્રમાણ છે.
પ્રકીર્ણકો: (૧) ચતુર શરણ :
પ્રકીર્ણ એટલે વિવિધ. વર્તમાનમાં પ્રકીર્ણકોની સંખ્યા મુખ્ય ૧૦ માનેલી છે. ચતુ શરણમાં ૬૩ ગાથાઓ છે. તેમાં અહિત, સિદ્ધ, સાધુ અને કેવલિકથિત ધર્મ. જેવી
૧૯