________________
(૩) દશવૈકાલિકસૂત્ર :
દશવૈકાલિક જૈન આગમોનું ત્રીજું મૂળસૂત્ર છે. શઠંભવ સ્વામી એના કર્તા છે. દશવૈકાલિકના છ અધ્યયનો છે. (૧) દ્રુમપુષ્પિકા – તેમાં ધર્મને ઉત્કૃષ્ટ મંગલ બતાવ્યો છે. (૨) શ્રમણ્યપૂર્વક – તેમાં શ્રમણાચારનું વર્ણન છે. (૩) કુલ્લિકાચાર કથા - તેમાં સાધુઓના પર અનાચારોનું વર્ણન છે. (૪) જીવનિકાય. તેમાં છ કાયના જીવોની જતના માટેનું અને પાંચ મહાવ્રતોના પાલન માટેનું વર્ણન છે. (૫) પિÖષણા તેમાં ગૌચરીના નિયમોનું અને ગૌચરીના સમયનું વર્ણન છે. (૬) મહાચાર કથા. તેમાં છ વ્રતોનું પાલન અને છ કાય જીવોની રક્ષાનું વર્ણન છે. (૭) વાક્યશુદ્ધિ - તેમાં ચાર ભાષાનું વર્ણન છે. (૮) આચાર સંહિતા. તેમાં ત્રણ યોગથી અહિંસાના આચરણનું વર્ણન છે. (૯) વિનય સમાધિ. તેનાં ચાર ઉદ્દેશામાં વિનયનું વર્ણન છે. (૧૦) સભિક્ષુ - તેમાં ભિક્ષુના નિયમોનું વર્ણન છે. રતિવાક્ય અને વિવિકતચર્યા એ બે ચૂલિકા અંતમાં બતાવી છે. (૪) પિંડ નિયુક્તિ :
પિડનિર્યુક્તિને ચોથું મૂળસૂત્ર માનવામાં આવે છે. તેના આઠ અધિકાર છે. ઉદ્દગમ, ઉત્પાદન, એષણા, સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ અને કારણ. (૫) ઓઘનિર્યુક્તિ:
પિંડનિર્યુક્તિની સાથે ઘનિર્યુક્તિને પણ ચોથું મૂળસૂત્ર માનવામાં આવે છે. આ આગમ ભદ્રબાહુત છે. તેમાં સાધુ સંબંધી નિયમ અને આચાર-વિચારનું પ્રતિપાદન કરેલું છે. જૈન શ્રમણ સંઘના ઇતિહાસનું સંકલન કરવાની દૃષ્ટિથી આ ગ્રંથ મહત્ત્વપૂર્ણ છે. તેમાં પ્રતિલેખના, પિંડ, ઉપધિ, અનાયતન, વર્જન, પ્રતિસેવના, વિશુદ્ધિ આદિ દ્વારનું પ્રરૂપણ છે.
છેદ સૂત્રોનો પરિચય : (૧) દશા-શ્રુત સ્કંધ :
છેદ સૂત્રો જૈન આચારની મૂડી છે. જૈન સંસ્કૃતિનો અદ્વિતીય નિધિ છે. જૈન
૧૭