________________
(૧૨) વૃદિશા :
આ ઉપાંગમાં ૧૨ અધ્યયન છે. નિષધ, જુતી, દઢરથ આદિ ૧૩ રાજકુમારોના પૂર્વભવનું, વર્તમાન ભવનું અને ભવિષ્યકાળના ભવનું વર્ણન છે. કે જેમણે કાલાંતરમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું.
- મૂળ સૂત્રોનો પરિચય : (૧) ઉત્તરાધ્યયનસૂત્ર :
ઉતરાધ્યયન એ જૈન આગમોનું પ્રથમ મૂળ સૂત્ર છે. તેના ૩૬ અધ્યયનો છે. ૧લું અધ્યયન વિનય નામનું છે. રજું અધ્યયન પરિષહ નામનું છે. તેમાં ૨૨ પરિષહો બતાવ્યા છે. ૩જું ચતુરંગીય અધ્યયન છે. તેમાં ચાર વસ્તુઓ દુર્લભ બતાવી છે. ૪થું અસંસ્કૃત અધ્યયન છે. તેમાં તૂટેલું જીવન ફરી સંધાતું નથી તેનું વર્ણન છે. પમા અકામ મરણ અધ્યયનમાં બે પ્રકારના મરણનું વર્ણન છે. દકું ભુલ્લક નિર્ચન્થનું ૭મું એલય બોકડાના દૃષ્ટાંતે બતાવ્યું છે. ૮મું કપિલ કેવલીનું, મું નમીરાજર્ષિનું ૧૦મું ધ્રુમપત્રકનું, ૧૧મું બહુશ્રુતપૂજાનું, ૧૨મું હરિકેશીમુનિનું, ૧૩મું ચિત્ત સંભૂતિનું, ૧૪મું ઇલુકારિય, ૧૫મું સભિક્ષુનું, ૧૬મું બ્રહ્મચર્ય સમાધિના ૧૦ સ્થાનનું, ૧૭મું પાપ શ્રમણના લક્ષણનું, ૧૮મું સંયતિરાજાનું, ૧૯મું મૃગાપુત્રનું, ૨૦મું અનાથી મુનિનું, ૨૧મું સમુદ્રપાલનું, ૨૨મું રહનેમિનું, ૨૩મું કેશી ગૌતમનું, ૨૪મું અષ્ટ પ્રવચન માતાનું, ૨૫મું - જયઘોષ-વિજયઘોષનું, ૨૬મું ૧૦ પ્રકારની સાધુની સમાચારીનું, ૨૭મું ખલુંકીજનું, ૨૮મું મોક્ષમાર્ગનું, ૨૯મું સમ્યક્ત પરાક્રમના ૭૩ બોલનું, ૩૦મું તપમાર્ગનું, ૩૧મું ચરણવિધિનું, ૩૨મું પ્રમાદ સ્થાનનું, ૩૩મું કર્મ પ્રકૃતિનું, ૩૪મું લેશ્યાનું, ૩૫મું અણગારનું અને ૩૬મું જીવાજીવવિભક્તિનું અધ્યયન છે. (૨) આવશ્યકસૂત્ર :
આવશ્યકસૂત્ર આગમોનું બીજું મૂળ સૂત્ર છે. આ સૂત્રમાં નિત્ય કર્મના પ્રતિપાદક આવશ્યક ક્રિયાનુષ્ઠાનરૂપ કર્તવ્યોનો ઉલ્લેખ છે. તેમાં ૬ આવશ્યકના ૬ અધ્યાય છે. (૧) સામાયિક, (૨) ચોવિસંત્યો, (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન અવશ્ય કરવા યોગ્ય છે માટે તેને આવશ્યક કહેવાય છે.
૧૬