________________
(૩૨) સંયત પદ :
આ પદમાં સંયત, અસંયત અને સંયતાસંયતના આશ્રયથી જીવોનું વર્ણન છે.
(૩૩) અવિધ પદ :
આ પદમાં અવિધજ્ઞાનના ૧૦ દ્વા૨ોની વિસ્તૃત વ્યાખ્યા કરી છે.
(૩૪) પરિચારણા પદ ઃ
આ પદમાં કાયસ્પર્શ, રૂપ, શબ્દ અને મનના સંબંધમાં રિચારણા અર્થાત્ વિષય ભોગ - જેવા અધિકારોનું વર્ણન છે.
(૩૫) વેદના પદ :
આ પદમાં શીત, ઉષ્ણ આદિ વેદનાઓના આશ્રયથી જીવોનું વર્ણન છે. (૩૬) સમુદ્દાત પદ :
આ પદમાં વેદના, કષાય આદિ સાત સમુદ્દાતની અપેક્ષાથી જીવોનું વર્ણન છે. (૫) સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્ર અને (૬) ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્ર :
સૂર્ય પ્રજ્ઞપ્તિમાં સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રોની ગતિ આદિના ૧૦૮ સૂત્રોમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવેલ છે. તેમાં ૨૦ પ્રાભૂત છે. પ્રથમ પ્રાકૃતમાં આઠ અધ્યાય છે, બીજા પ્રામૃતમાં ત્રણ અધ્યાય છે. ત્રીજા પ્રાકૃતમાં ચંદ્ર-સૂર્ય દ્વારા પ્રકાશિત ઢીપ-સમુદ્રોનું વર્ણન છે. ચોથા પ્રાકૃતમાં ચંદ્રસૂર્યના આકારનું વર્ણન છે. પાંચમા પ્રાકૃતમાં સૂર્યની લેશ્યાઓનું વર્ણન છે છઠ્ઠા પ્રાભૂતમાં સૂર્યના ઓજનું વર્ણન છે. સાતમા પ્રાભૂતમાં સૂર્ય પોતાના પ્રકાશથી મેરૂ આદિ પર્વતોને પ્રકાશિત કરે છે તેનું વર્ણન છે. આઠમા પ્રાકૃતમાં ઉદય સંસ્થિત પ્રાભૂત છે. નવમા પ્રાભૂતમાં સૂર્યના ઉદય અને અસ્તના સમયની છાયાનું પ્રમાણ બતાવ્યું છે. દસમા પ્રાભૂતમાં નક્ષત્રોનાં ગોત્રોનો ઉલ્લેખ છે. ૧૧મા પ્રાકૃતમાં સંવત્સરો આદિના અંતનું વર્ણન છે. ૧૨મા પ્રાભૂતમાં પાંચ સંવત્સરોનું વર્ણન છે. ૧૩મા પ્રાભૂતમાં ચંદ્રની હાની-વૃદ્ધિનું વર્ણન છે. ૧૪મા પ્રાભૂતમાં જ્યોત્સ્નાનું વર્ણન છે. ૧૫મા પ્રાકૃતમાં ચંદ્ર-સૂર્ય આદિની ગતિની
૧૩