________________
(૨૪) કર્મબંધ પદ -
આ પદમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોને બાંધતો જીવ કેટલી પ્રકૃત્તિ બાંધે છે. તેનું વિવરણ કર્યું છે. (૨૫) કર્મવેદ પદ - ૧
આ પદમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોને બાંધતો જીવ કેટલી પ્રકૃતિઓનું વેદન કરે છે. તેની વિવક્ષા કરી છે. (૨૨) કર્મ વેદ બંધ પદ -
આ પદમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોનું વેદન કરતો જીવ કેટલી પ્રકૃત્તિઓ બાંધે છે. તેનું વર્ણન છે. (૨૭) કર્મવેદવેદ પદ -
આ પદમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોનું વેદન કરતો જીવ કેટલી પ્રકૃતિઓનું વેદન કરે છે. તેનો વિચાર કરેલ છે. (૨૮) આહાર પદ -
આ પદમાં આહાર સંબંધી ૧૩ અધિકારોનું વર્ણન છે. (૨૯) ઉપયોગ પદ -
આ પદમાં મૂળ બે અને કુલ ૧૨ ઉપયોગનું વર્ણન છે. ” (૩૦) પશ્યતા પદ -
આ પદમાં સાકાર પશ્યતા અને અનાકાર પશ્યતાનું વર્ણન છે. (૩૧) સંશી પદ -
આ પદમાં સંજ્ઞી, અસંજ્ઞી અને નો સંજ્ઞી - નો અસંજ્ઞીના આશ્રયથી જીવોનું વર્ણન છે.