________________
એવાં વાકયમાં કર્તરિ પ્રયાગ થાય છે. અને વળી જુદો કમણિ પ્રાગ પણ થાય છે. એવાં વાકયા-રામે રાવણને છો, ઈ–-રવીને, “રામ રાવણને છતો હતો” છે. શુદ્ધ ૫ણુ અપ્રસિહ પ્રયોગમાં લખ્યાથી ગુજરાતીની વાક્યરચના તે જે સંસ્કૃતની પણ છે એ તત્ત્વનું દઢીકરણ થાય છે. તેમજ સંસ્કૃતમાં પ્રથમ પુરુષમાં તથા તૃતીય પુરુષમાં આજ્ઞાર્થ થાય છે અને ગુજરાતીમાં સાધારણ રીત થતો નથી, પણ કેટલીએક વખતે થાય છે ખરો એને લાભ વિદ્યાર્થીઓને આપવા સારુ “ઈશ્વર રાણીનું કયાણ કરો” એવો પ્રયોગ સામાન્ય રીતે વાપરી શકાય. હવે વિધ્ય માં : ગુજરાતી વાકયોને કોઈ પણ પ્રકારે કર્તરિ પ્રયોગ થતું નથી એ નિરપાયની વાત છે; એને ઠેકાણે કર્મણિ પ્રયોગ જ વાપ પડે છે.
મારા રાની પદ્ધતિ પ્રમાણે જે ઠેકાણે જે નિયમની જરૂર દેખાઈ તે ઠેકાણે તે નિયમ દાખલ કર્યો છે. તથા થાપાનાં જુદાં જુદાં પ્રારા બતાવવા સારુ મૂળ પુસ્તકના ૨૨ મા સ્પષ્ટ રીતે દર્શાવ્યા છે.
અમદાવાદ 0. ઓક્ટોબર, ૧૮૯૫
... શિ. બેલસરે ચોવીસમી આવૃત્તિની પ્રસ્તાવના સંસ્કૃત ભાષાના શરૂઆતના અભ્યાસો માટે અત્યંત ઉપયોગી એવી આ સ્વ. સર ડો. ભાંડારકરની સંસ્કૃતમાર્ગોપદેશિકાના ગુજરાતી, ભાષા
ન્તરનાં પ્રફો સુધારવાનું કામ અમારા હાથમાં આવ્યું ત્યારબાદ અમે સૂઝ 'પણ આવશ્યક ઉમેરા કર્યા છે. આ આવૃત્તિની પ્રસ્તાવનામાં અમે અમારા સંસ્કૃત ભણાવવાના અનુભવને આધારે એક અમુક પ્રકાર રજુ કરવા માગયે છિયે. તે પ્રકાર સંસ્કૃત ભણાવવાનું કાર્ય અને તેને લઈ સંસ્કૃત ભણવાનું કાર્ય સરળ બનાવશે. સંસ્કૃત એ વ્યવહારભાષા નથી, પરંતુ સાહિત્યાસ્વાદભાષા છે. સંસ્કૃતમાં બોલી કે લખી શકે એ સાધારણ જનતા માટે અત્યારે જરૂરનું નથી. સંસ્કૃતમાં બોલવું અને લખવું એ સંસ્કૃતને રક્ષકવર્ગ જે સંસ્કૃત શિક્ષકો છે તેને માટે આવશ્યક છે, બીજા માટે નહિ. બીજાઓ માટે તે તેઓ સંસ્કૃત સમજી શકે એટલું જ પર્યાપ્ત છે. સંસ્કૃત સમજવું ઘણું સહેલું છે; સંસ્કૃતમાં બોલવું અને લખવું અઘરું છે. પરતુ આ નિયમ તે દરેક ભાષા માટે એકસરખે છે. કુદરતને કેમ પણ એજ છેઃ ભચું પહેલું સમજતાં શીખે છે. સંસ્કૃત શિખવવામાં પણ