________________
૪૭.
વિજ્ઞાનશતક 'शार्दूलविक्रीडितवृत्त: -यत्तीरे वसतां सतामपि जलै लैः फलर्जीवतां मुक्तासमभावशुद्धमनसामाचारविद्यावताम् । कैवल्यं करबिल्वतुल्यममलं संपद्यते हेलया सा गंगा ह्यतुलामलोमिपटला सद्भिः कुतो नेक्ष्यते ॥ ८९॥
સદાચારસંપન્ન અને વિદ્યાસંપન્ન વિવેકી પુરુષે ગંગાના તીર ઉપર નિવાસ કરી, ગંગાજળના પાનથી તથા ફળ અને મૂળથી આજીવિકા કરે, તે તેઓની અહંતા મમતા છૂટી જાય છે, અંત:કરણ શુદ્ધ થાય છે અને રમત માત્રમાં તેઓ હાથમાં રહેલાં બીલાંની પેઠે નિર્મળ એવા મોક્ષને મેળવે છે. આવા અનુપમ નિર્મળ તરંગથી ભરપૂર ગંગાની સત્પરુષે શા માટે સેવા કરતા નથી? ૮૯
: शार्दूलविक्रीडितवृत्त : . तीर्थानामवलोकने सुमनसामुत्कण्ठते मानसं
तावद्भवलये सतां पुररिपुध्यानामृतास्वादिनाम् । यावत्ते न विलोकयन्ति सरितां रोचिष्णुमुक्तावली श्रीमन्नाकतरंगिणी हरजटाजूटाटवीविभ्रमाम् ॥९॥
શ્રીશંકરનાં ધ્યાનચપી અમૃતનું આસ્વાદન કરનારા મહાત્મા પુરુષો જ્યાંસુધી ભૂતળ ઉપર બિરાજતાં નદીઓના કંઠની ચળકતી મુતામાળાસમાન અને શ્રીશંકરના જટાજૂટરપી અરણ્ય વિષે વિહાર કરનારાં શ્રીગંગાદેવીનાં દર્શન કરતા નથી, ત્યાંસુધી તેઓના મનમાં પૃથ્વી ઉપરનાં તીથને અવલોકન કરવાની ઉત્કંઠા રહે છે. ૯૦