________________
વિરાગ્યશતક येषां निःसंगतांगीकरणपरिणतिः स्वात्मसंतोषिणस्ते धन्याः संन्यस्तदैन्यव्यतिकरनिकराः कर्म निर्मूलयन्ति ॥९९॥
* જેમને હસ્તરૂપી પવિત્ર પાત્ર છે, ભ્રમણ કરી ભિક્ષા માંગવાથી અક્ષ અન્ન મળે છે, દશ દિશાપી વિસ્તીર્ણ વસ્ત્ર છે, પૃથ્વીપી નિર્મળ અને વિશાલ શય્યા છે, જેઓએ નિઃસંગતાને અંગીકાર કર્યો છે, જેઓ પોતાના આત્માને વિષે સંતેષ માને છે તથા જેઓએ દીનતાના સમુદાયને (દુઃખોને) ત્યાગ કર્યો છે એવા ધન્ય પુરુષો પોતાનાં કર્મને નાશ કરે છે. ૯ ' અર્થા–જેમણે કમેને ત્યાગ કરે છે એટલે જેઓ કર્મથી પણ દૂર રહેલા છે–જેમને કંઈ કમ પણ નથી, એવા બ્રહ્મપરાયણાને જ ધન્ય છે.
પંચમહાભૂતની પ્રાર્થના शार्दूलविक्रीडितवृत्त
मातर्मेदिनि तात मारुत सखे तेजः सुबन्धो जल भ्रातोम मिबद्ध एव भवतामेषः प्रणामाञ्जलिः। युष्मत्संगवशोपजातसुकृतोद्रेकस्फुरनिर्मलજ્ઞાનાપાતરમતમામરિમા જે જે વ્રજ ૨૦૦
હે માતા તુલ્ય મેદિની! હે પિતાતુલ્ય પવન! હે મિત્રતુલ્ય તેજ! હે સબંધુતુલ્ય જળ ! અને હે ભ્રાતાતુલ્ય આકાશ! તમારી આગળ હું આ બે હાથ જોડું છું, કારણ કે હવે તમારા સંગથી થયેલા પુણ્યના આધિક્યથી પુરાયમાન સ્વચ્છ જ્ઞાનથી જેને સઘળે મેહમહિમા દૂર થયેલો છે એવો હું પરબહ્મમાં લય પામું છું. અથ–બ્રહ્મમાં લય પામતાં છેવટના પ્રણામ કરું છું. ૧૦૦ ॥ इति श्रीमद्राजर्षिप्रवरभर्तृहरिकृतं वैराग्यशतकं संपूर्णम् ॥
* ખૂટે નહિ તેવું.