________________
પૈસભ્યશતક માં ભિક્ષા માગીને આશૈલા સાથવાથી સાંપ્રત આજીવિકા ચલાવવાની ઈચ્છા કરીએ છીએ. ૯૩ *
અવ-મુનિની રાજા સાથે તુલના. शिखरिणीवृत्त
मही रम्या शय्या विपुलमुपधानं भुजलता . वितानं चाकाशं व्यजनमनुकूलोऽयमनिलः। स्फुरदीपश्चन्द्रो विरतिवनितासंगमुदितः सुखं शान्तः शेते मुनिरतनुभूतिर्नृप इव ॥१४॥ * સ્ત્રી પ્રતિ ઉક્તિ. हरिणीवृत्त
प्रियसखि विपदण्डव्रातप्रतापपरम्परापरिधिचपले चिन्ताचक्रे निधाय विधिः खलः। मृदमिव बलात्पिण्डीकृत्य प्रगल्भकुलालवदमयति मनो नो जानीमः किमत्र विधास्यति॥
હે પ્રિયસખિ! ખલ વિધિ, પ્રગલભ કુંભારની પેઠે વિપત્તિરૂપી દંડના સમુદાયના પ્રતાપની પરંપરાપી મંડલાકાર ફરવાથી, ચંચળ એવા ચિંતારૂપી ચક્ર ઉપર ચઢાવીને મારાં મનને માટીની પેઠે બળાત્કારથી પિંડપ કરી સમાવે છે અને હજી પણ આ સંસારમાં શું કરશે. એ અમારા જાણવામાં આવતું નથી. • अनुष्टुभवृत्त
यूयं वयं वयं यूयमित्यासीन्मतिरावयोः । किं जातमधुना येन यूयं यूयं वयं वयम् ॥
હે મિત્ર! તમે તે અમે અને અમે તે તમે જ, એમ પ્રથમ આપણું મતિ હતી; પણ હમણું તે તમે તે તમે અને અમે તે અમે એમ થયું છે, એ શું થયું? -