SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯ ) હતા, એમ તેમના સંબંધી સાંભળવામાં આવતી કેટલીક દંતકથા ઉપરથી સિદ્ધ થાય છે. લોકપરિચયથી તેઓ અલગ રહેતા અને પિતે જ્ઞાની અને સિદ્ધિસંપન્ન છે એમ લેક ભાગ્યેજ જાણી શકે એવી સાદી રીતે પિતાનું જીવન ગાળતા હતા, તેમ છતાં કાકાલીય ન્યાયે જ્યારે કેઈને તે વાતની જાણ થતી ત્યારે પ્રાયઃ પિતે તે સ્થાન તજી જતા હતા. તેમને અનેક સતશાસ્ત્રને પરિચય હતા એમ તેમની કૃતિનું સૂક્ષ્મ દષ્ટિથી અવલોકન કરનાર સમજી શકે તેવું છે. તેમની વાણી રસાલ અને અલંકારિક છે. અધ્યાત્મ લક્ષ સાથે શાસઅભ્યાસમાં તેમની હેડ કરી શકે એ કોઈ પ્રબળ પુરૂષ તેમની પાછળ ભાગ્યેજ થયે લાગે છે. આધુનિક છતાં તેમની ગ્રંથશૈલી એવી તે અર્થબેધક સાથે આકર્ષક છે કે આનંદઘનજીની બહેતરી સાથે ચિદાનંદ બહેતરી અનેક અધ્યાત્મરસિક જને મુક્તકંઠથી ગાય છે. વિશેષમાં ચિદાનંદજીની કૃતિમાં શબ્દરચના એવી તે સારી છે કે તે ગાવી બાળ જીવેને પણ બહુ સુલભ પડે છે. • સંવત ૧૯૦૪ માં તેઓ સાહેબ ભાવનગરમાં બિરાજતા હતા એમ તેઓ સાહેબે રચેલા શ્રી ગઈ પાર્શ્વનાથજીના સ્તવનમાં આપેલા સંવત ઉપરથી જણાય છે. ભાવનગરથી એક ગૃહસ્થ શ્રી ગિરનારજીને સંઘ કાઢ્યો હતે. તેમાં તેઓ સાહેબ પધાર્યા હતા. ગિરનારજી પહોંચ્યા પછી યાત્રા કરીને કયાં સધાવ્યા તેને પત્તે મળી શકે નહીં એમ સાથેના યાત્રાળુઓ કહે છે. આવા નિસ્પૃહી મુનિરાજવડેજ આ ભૂમિ રત્નગર્ભ કહેવાય છે.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy