________________
(૧૬૬) ઇંદ્રજાળ ગધવ નગર સમ, ડેઢ દિનકા ઘેરા; સુપન પદારથ નયન ખુલ્યા જિમ,
જરત ની બહુવિધ હેર્યા. ચારે ૨ રવિ સુત કરતા શીશ પર તેરે, નિશદિન છાના ફેરા; ચેત શકે તે ચેત ચિદાનંદ,
સમજ શબ્દ એ મેરા. પ્યારે અર્થ–હે ચેતન ! તું તારું ને મારું શું કર્યા કરે છે ? આમાં તારું ને મારું શું છે ? બધું (મરણ પામીશ ત્યારે , પાછળ ) અહીં પડયું રહેવાનું છે. | દશે દિશાઓમાંથી આવીને પક્ષીઓ રાત્રે એક ઝાડ ઉપર વસે છે–રાત્રિયાસો કરે છે. તે બધા સવાર થઈ કે તરતજ પોતપિતાને માગે-જુદે જુદે રસ્તે ચાલ્યા જાય છે-ઉલ જાય છે. જ
અહીં આ મનુષ્યભવમાં ઇંદ્રજાળ ને ગંધર્વનગરની જેમ દોઢ દિવસ રહેવાનું છે, પછી તે જેમ સ્વપ્નમાં દીઠેલા પદાર્થ આંખ ખુલી ગયા પછી-જાગી ગયા પછી ઘણી રીતે શેલતાં પણ જડતા નથી તેમ આ બધું તને જડવાનું નથી. તારાથી છુટું પડી જવાનું છે. તે અહીં રહેવાનું છે ને તું ચાલે જવાને છે. ૨.
વળી તે મનુષ્ય ! તારા મસ્તક પર રાત ને દિવસ કાળ છાનામાને ફેરા માર્યા જ કરે છે. માટે ચિદાનંદજી મહારાજ કહે છે કે-મારા શબ્દ–મારાં વચન માનીને જે ચેતી શકે તે ચેત. અને કાંઈક આત્મસાધન કરીને આ મનુષ્ય જન્મને સફળ
૧ મૃત્યુ-કાળ-જમ.