________________
(૮૧)
નય. સર્વંગ સાધના જામે,
ચિદાનંદ એસા જિન મારગ,
તે સરવંગ કહાવે;
ખાજી હાય સેા પાવે. માર્ગ૦ ૫
અ-હે પરમાત્મા ! આ જગતમાં (તારા શિવાય) સાચા મારગ કાઈ બતાવતું નથી. જેની પાસે જઈને પૂછીએ છીએ તે બધા પેાતાની વાત-પાતાની માન્યતા ગાય છે—બતાવે છેસિદ્ધ કરવા પ્રયત્ન કરે છે.
જુદા જુદા મતવાળા પાતપાતાના મતવાદમાં પક્ષને ધારણ કરી પોતાના મત સાચા છે એમ સ્થાપે છે. પરંતુ સ્યાદ્વાદના અનુભવ વિનાનું તેનું કથન મને તેા તદન ીકુ લાગે છે–રસવાળુ લાગતુ નથી. (૧)
વેદાંત મતવાળા પેાતાના નિશ્ચય પક્ષને હૃદયમાં ધારણ કરીને બ્રહ્મપદને ધ્યાય છે (તેને ધ્યાવાનુ કહે છે.) મીમાંસક ઉદયભાવને અનુસરીને કંના પદને આગળ કરે છે. બોધા કહે છે કે અમારા બુદ્ધદેવે ક્ષણિકવાદ બતાવ્યા છે (તે સત્ય છે), નૈયાયિક નયવાદને ગ્રહણ કરીને આ જગતને કર્તા કાઈ છે એમ ઠરાવે છે. (૨-૩)
ચારવાક (નાસ્તિક) પેાતાની મનકલ્પનાથી શૂન્યવાદનુ સ્થાપન કરે છે. આ મધામાં વળી અનેક ભેદો થયા છે . તે બધા પાતપેાતાની તાણે છે. અર્થાત્ પેાતાની વાત સત્ય છે એમ કહે છે. (૪)