________________
ખંડ : ૨ જે
૪૩૫ આપણે મનુષ્ય-જન્મ તે મેળવે છે. પણ અહીં ભૂલ્યા ફરી પાછો કયારે મળશે એ કોણ જાણે?
ધર્મ વિનાનું માનવ-જીવન એ ખરી રીતે માનવ જીવન જ નથી. આ જન્મની મહત્તા ધર્મના કારણે જ છે. કારણ નરકમાં દુઃખ છે, દેવલેકમાં મુખ છે, તિર્યમાં વિવેક નથી. માટે ધર્મ થઈ શકે એ જન્મ એક આ માનવભવ છે. મનુષ્યભવમાં મનુષ્યને કિંમતી વસ્તુ કઈ? ધન કે ધર્મ ? વિચાર કરો જે સાથે આવે તે કિંમતી કે નહિ? સાથે તે ધર્મ જ આવશે કે નહિ? મારો કહેવાને ઉદ્દેશ એ છે કે દેવને દુર્લભ મળેલા માનવભવમાં થાય તેટલા ધર્મ કરી લે. અને બચાય એટલું પાપથી બચવું એજ મનુષ્ય અવતારનો સાર છે. તેમાં પણ ધર્મ છે થશે તે ભવાંતરમાં સુખ ઓછું મલશે. તે હજી ચાલશે. પણ જગતના જીને પાયમાલ કરનારા પાપથી બહુ જ સાવધાન રહેજે. પિતાનું કરેલું પાપ પિતાને જ ભેગવવું પડશે એ સમજીને પાપથી બચાય એટલું બચે. -: હે વીરના સંતાને !:જનારું જાય છે જીવન, જરા જિનવરને જપતે જા; હૃદયમાં રાખી જિનવરને, પુરાણું પાપ ધોતો જા...૨. જિગરમાં ડંખતાં દુખે, થયાં પાપે પિછાણીને; જિસુંદવર ધ્યાનની મસ્તી, વડે એને ઉડાતે જા.
જનારું જાય છે...૨