________________
૪૦૮
સાધ યાને ધર્મનું સ્વરૂપ થાવાકુમારે જવાબ શું દીધે તે જાણે, “આહા, હા, મહારાજા! તે તે માટે દીક્ષા લેવાની જરૂર ન રહે. જે આપ એમ બધા ભય નહિ, માત્ર એક મૃત્યુ ભય, મૃત્યુનો હલ્લે, મારા માથેથી ટાળી દેતા હો !” - - કૃષ્ણ હાથ જોડયા - કહ્યું “જા ભાઈ ! જા. મારા મૃત્યુને જ અટકાવવા હું સમર્થ નથી. ત્યાં તારા મૃત્યુને ભય ટાળી શકવાની શી વાત !”
અન્ય દર્શનમાં મૃત્યુ માટે શ્રીમદ્ ભાગવતના ગુપ્રસિદ્ધ કથાકાર શ્રી ડોંગરે મહારાજ અવારનવાર કહે છે કે માણસ સામાન્ય પ્રવાસ કે યાત્રાએ જવા નીકળે છે ત્યારે તે પ્રવાસ કે યાત્રા સુખરૂપ નિવડે તે માટે પ્રવાસી સારી એવી પૂર્વ તૈયારી કરે છે. તે પછી આ મહાયાત્રાની સફળતા માટે તે મનુષ્ય સાધ્ય સાથે સભાન રહીને સમજપૂર્વક, સંપૂર્ણ પૂર્વ તૈયારી કરવી જ જોઈએ. જીવન અસ્થિર છે, આયુષ્યની મુદત અનિશ્ચિત છે, શરીર શું ભંગુર છે. મૃત્યુ સુનિશ્ચિત છે, અને જીવન મૃત્યુની બાબતમાં મનુષ્ય સંપૂર્ણ રીતે અસહાય અને નિરૂપાય છે. એ વસ્તુ સ્થિતિમાં આ ભર્યા-ભાદર્યા ભાસતા જગતને મોહક લાગતા સંસારને, સ્વજનોને અને પોતાની સર્વ ભૌતિક સંપત્તિને છોડીને ગમે તે ક્ષણે જવાનું એક દિન તે છે જ. ગમે કે ના ગમે પણ જવું તે પડશે ને ?
-: દૃષ્ટાંત – બાદશાહ સિકંદરે જગતમાં હાહાકાર મચાવી દીધે