________________
ખંડ : ૨ જે
૪૦ રૂપ નાટકમાં શું શું નથી સંભવતું ?’ વાત પણ ખરી જ છે કે આ સંસારમાં પંડિત ગણાતા પણ અનેક આત્માઓ લપસી પડ્યા છે.” એટલે શ્રી જિનેશ્વર દેવના શાસનથી સુપરિચિત આત્માને માટે એવું કંઈક બને, તે તેમાં પણ કશું જ આશ્ચર્ય લાગતું નથી. સંસારના આવા સ્વરૂપને જાણવા છતાં આકુલવ્યાકુલતાથી મુંઝાતી માતા મનમાં ને મનમાં વિચારે છે કે – “ખરેખર, જે પુત્રીએ કુળમાં કલંક લગાડ્યું અને શ્રી જિનેશ્વર દેવના ધર્મમાં દુધ આપ્યું, તે પુત્રીના મરી જવાથી તેવું દુઃખ ન થાત, કે જેવું દુઃખ આ કલંકભૂત જીવતી પુત્રીના આ પ્રકારના અગ્ય આચરણથી મને થયું.
વિચારે કે– સમ્યગદૃષ્ટિ માતાને પિતાના સંતાનના અયોગ્ય આચરણથી કેટલું અને કેવું દુઃખ થાય છે. અને શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સતીધર્મની કેટલી અને કેવી મહત્તા છે? શ્રીમતી રૂપસુંદરીના વિચારોમાંથી સુમાતા, બનવાને ઈચ્છતી એકેએક માતા પિતાના હૈયામાં આ. વાત ભરી લેવા જેવી છે.
આવી ઉત્તમ ભાવનાઓ સંસારરસિક માતાઓના અંતરમાં ભાગ્યે જ સ્કુરે છે. સંસારરસિક માતા એક તે આવા જમાતાને (જમાઈને) જેવાથી ગાંડી ને ઘેલી થઈ જાય! અને પિતાની કુલકલંકિની પુત્રીને પણ ડાહી અને ડમરી માનવાની ઘેલછામાં પડી જાય ! આનું કારણ વર્તમાન કાળે મળતું કુશિક્ષણ અને કુસંસ્કાર સિવાય શું સમજવું ?
સ. ૨૬