________________
ખંડ : ૨ જો
૩૯૧
અને તમે મને અદ્ધર ઝીલીને મને વિતદાન આપ્યું. તે હું તમારા મહાન ઉપકાર માનુ છુ. પહેલાં પુત્રનું મ ુ જોવા દેો. પછી સીજી વાત. એટલે વિદ્યાધર વિમાનમાં બેસાડીને ઝાડ પાસે લાવ્યા. પણ ત્યાં પુત્ર હતા નહી. એટલે મદનરેખા મુચ્છિત થઈ ગઇ. તે ભાનમાં આવી ત્યારે વિદ્યાધરને પૃથ્યું કે આપ હમણાં કયાં જઈ રહ્યાં હતાં ? વિદ્યાધરે કહ્યું કે મારા પિતા સુસારનો ત્યાગ કરી ચારિત્ર લઈ ને પહાડ ઉપર તપ કરે છે. તેના દર્શને જઈ રહ્યો હતો. એટલે મદનરેખાએ કહ્યું કે મને પણ એવા મહાત્માના દર્શન કરાવા. પછી જે કહેવુ' હશે તે સાંભળીશ.
વિદ્યાધર મદનરેખાને વિમાનમાં બેસાડીને ( પેાતાના પિતા ) સાધુ ભગવંત પાસે આવ્યા. તે વખતે સાધુ મહાભાએ ધ્યાન પૂર્ણ કરેલ હતુ. બન્નેને સાથે શ્વેતાં તરત જ જ્ઞાન વડે પોતાના દિકરાના અશુભ વિચારે સમજી ગયાં. અને જણા સાધુ ભગવંતને પ્રણામ કરી સામે બેઠા ત્યારે મહાત્માએ ધર્મોપદેશમાં કામ વિકાર) પરસ્ત્રીના મહાન પાપને સમજાવીને વિદ્યાધરના અશુભ વિચારીને પછી નાખ્યા. વિદ્યાધરને શુભ વિચાર આવતાં જ તરત જ સાધુ મહાત્માના પગમાં પડીને પોતાની ભૂલની માફી માગી અને મનરેખાના પગમાં પડી તુ મારી ધર્મીની વ્હેન છે એમ કહીને પણ માફી માગી. અને મદનરેખાને કહ્યું કે ‘હે ભગિની હવે તારૂ શુ કલ્યાણ કરૂ" તે કહે.' ત્યારે મદનરેખાએ જ્ઞાની મહાત્માને પૂછ્યુ` કે ‘મારા પુત્રનું શું થયું !’