________________
ખંડ : ૨ જે
૩૬૩.
- અરે ! દુષ્કરમાં દુષ્કર શુભાશુભ અનેક કર્મો મેં અનેક વાર કર્યા પણ મુંદ્ધ આત્માનું ચિંતન કરવાને વખત મને ન મળ્યો. આનું કારણ મેહનીય કર્મની સત્તામાં જ દબાયેલે . રહ્યો. આ તે કઈ પૂર્વ પુણ્યના ઉદયે પ્રભુની કૃપા થાય, મેહનો ઉદય મંદ પડે, સદ્ગુરૂને સમાગમ થાય તે જ આત્મજાગૃતીને પ્રકાશ પડે. જેથી અજ્ઞાનને અધિકાર જાય, ત્યારે જ સશાસ્ત્રનું શ્રવણ સારૂં પ્રિય) લાગે, આત્મજાગૃતી કરાવનાર શા સારાં લાગે, મન પણ વિવિધ ઈચ્છાથી. મુંઝાય નહી. જેથી વિકલ્પ વિનાનું રહે.
– મેહને ત્યાગ :-- મનુષ્યમાં જ્યાં સુધી મેહની પ્રબળતા અને દીર્ધ સંસારનું પરિભ્રમણ કરવાનું હોય છે ત્યાં સુધી શુદ્ધ આત્મામાં અત્યંત નિશ્ચળ રૂચી થતી નથી.”
મુંઝાવે તે મોહ, આત્મા તરફ પ્રીતિ ન થવા દે તે મેહ, પાંચ ઈન્દ્રિયના વિષયમાં આસક્તિ કરાવે તે મહ. તેની પ્રબળતા જ્યાં સુધી જીવમાં હોય ત્યાં સુધી આત્મામાં ખરી પ્રીતિ ન થાય. તેમજ સંસારમાં લાંબા કાળ સુધી. બ્રમણ કરવાનું હોય તેવાને પણ આત્મા તરફ લાગણી જ ન હોય. . • અહો ! મેહને લઈને આત્મભાન ભૂલેલા જીવે, કોઈ કીર્તિને માટે વલખા મારે છે. કેઈ બીજાને ખુશી. કરવા પ્રયત્ન કરી રહ્યા છે. ભાટ ચારણની માફક હાજી હા.