________________
3 નથી.
૩૬૨
સબધ યાને ધર્મનું સ્વરૂપ આત્માનું ચિંતન મેં કઈ વખત કર્યું ન હોવાથી તે મને પ્રાપ્ત થયું નથી
અહો! મેં અનેકવાર જીવન ધારણ કર્યું છે. પણ કઈ જીવનમાં હું શુદ્ધ આત્મ સ્વરૂપ છું. ? એવું શુદ્ધ આત્માનું ચિંતન મેં કર્યું નથી.
અહે! દુર્લભ કલ્પવૃક્ષે. નિધાને, ચિંતામણીરનો. અને કામધેનુ ઈત્યાદિ પદાર્થો અનેકવાર મેળવ્યા. પણ શુદ્ધ આત્માની સંપત્તિ કેઈ વખત મેળવી નહી. આજ સુધીમાં અનંત પુગલ પરાવર્તન જેવા ગહનકાળને અનુભવ મેં લીધો, પણ તેવા કોઈ પુલ પરાવર્તનમાં એકાદ વખત પણ મારા શુદ્ધ કવરૂપને અનુભવ મને ન મળે. દેવો
અને વિદ્યાધરોના સ્વામિત્વનું પદ અનેકવાર મેં મેળવ્યું. પણ કેવળ મારા પોતાના સ્વરૂપને હું પામી ન શકો.
અહો ! ચાર ગતિની અંદર અનેકવાર મેં મારા શત્રુઓ ઉપર વિજય મેળવ્યું. પણ મારા સદાના વિરોધી મેહ શત્રુ ઉપર આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે વિજય મેળવવા મેં પ્રયત્ન ન કર્યો.
અહો ! અનેક શાસ્ત્ર ભણ્યાં, અને સાંભળ્યા. પણ તેની અંદર મારા શુદ્ધ સ્વરૂપને જાગૃત કરે એવું એકેય શાસ્ત્ર ભયે નહી કે સાંભળ્યું પણ નહી.
અહો ! સચેતન અને અચેતન શુદ્ધ દ્રવ્યમાં અનેક વાર મેં પ્રીતિ ધારણ કરી પણ પ્રબળ મેહના ઉદયને લીધે જ્ઞાન સ્વરૂપ આત્મામાં મેં પ્રીતિ ન કરી.