________________
ખંડ : ૨ જે
૩૫૯ દશા થઈ. જાણે પૂર્વ ભવનું વેર વાળ હોય તેમ તેણે ગજસુકુમાળના માથા ઉપર માટીની પાળ બનાવી અને નજીકમાં બળી રહેલા ખેરના લાકડામાંથી કેટલાક અંગારા. લાવી તેમાં નાખ્યા. “હું! હવે તને ખબર પડશે કે બીજાને દગો કેમ દેવાય છે ! એ દુષ્ટ ! તારા જેવાઓની તે આ દશા થવી જોઈએ.” અને સેમીલ ત્યાંથી ચાલતે. થ.
મસ્તક પર ખેરના અંગારા પડે તે ભલભલા માણસ કંપી ઉઠે, ત્રાસી જાય અને યેન કેન પ્રકારે તેને દૂર કરે ત્યારે જ શાંત થાય. પણ ગજસુકુમાળ અણગાર સ્વરથ રહ્યા, શાંત રહ્યા. ધ્યાનથી જરાપણ ચલાયમાન થયા નહી. (કેવી. એમની આત્મશક્તિ)
તે પોતાના આત્માને કહેવા લાગ્યા : “હે આત્મન ! તું શરીરથી જુદો છે. ઈંદ્રિયથી જુદે છે. આવા શરીર તે. અનંતા મળ્યા અને અનંતા ગયા. છતાંય તારા ભવ ભ્રમણને. પાર ન આવ્યો. તે હવે એ ભવ ભ્રમણને અંત લાવવા નિશ્ચય કર્યો છે. તે એ નિશ્ચયમાં અડગ રહે. અડેલ રહે. હે આત્મન ! તું અનંત શક્તિને ધણી છે. આ ઉપસર્ગને બરાબર સહી લે. એમાં જ તારૂં કલ્યાણ છે. સામાન્ય સસરાએ પચાસ-સેની પાઘડી પહેરાવે છે પણ આ સસરે કે ઉત્તમ કે તેણે શિવરમણને વરી શકાય તેવી અમુલ્ય. પાઘડી પહેરાવી” આ રીતે તેઓ આત્માનું અનુશાસન