________________
૩૫૬
સબોધ યાને ધર્મનું સ્વરૂખ આ સેનેરી વાળ ! અને ક્યાં તારી આ કંચનવર્ણ કાયા. આ સારા લાડકવાયા ! તું એ વાતને આગ્રહ જ મૂકી દે.” માતા દેવકી પિતાને લાડીલા લાલ ગજસુકુમાળને સમજાવી રહ્યાં હતાં એની આંખોમાંથી અશુની ધારા ચાલી જતી હતી. પણ જેને સંસાર દુઃખમય દેખાણે, જેણે પાપથી. અને દુઃખથી મુક્ત થવાને સાધનાને માર્ગ જાણી લીધા જેણે માનવ જીવનના મુલ્ય માપી લીધા, એ હવે ઝાલ્યો રહે ખરો ? જેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થઈ ગયો એ સાળ વર્ષની વયના ગજસુકુમાળે માતા દેવકને ખૂબ વિનવ્યાં. જેથી મા ધન્યવાદ આપતાં બોલવા લાગ્યા. “આવા દિકરાની મા બનીને નારી જગતનું સર્વોચ્ચ-નારી પદ મેં પ્રાપ્ત કર્યું છે.” “બેટા ! આવ...મારી નજીક આવ.” માતા દેવકીએ દીકરાને વહાલ કર્યું. “લે ત્યારે તારી મા હવે તને દીક્ષા લેવાની રજા આપે છે, પણ... એક શરતે...”
મે-જલ્દી કહે, કયી શરત છે ? જરૂર સ્વીકારીશ. દીક્ષા મળતી હોય તે બધું જ ઉચિત કરી છુટવા તૈયાર છું.”
“તે હવે...આ સંસારની અંદર મને છેલ્લી મા બનાવજે. હવે કેઈની કુખે તારે જન્મ લેવા ન જ પડે એવી સાધના કરજે. બસ....જા...મારી લાડકવાયા લાલ ! મારી અંતઃકરણના આશિષ સદા તારી સાથે છે. અને હર્ષના આંસુથી માતા દેવકીનું મુખ પ્રક્ષાલિત થઈ ગયું. જે આત્માને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થયે હેય, જનેતાના સાચા.