________________
ખંડ : ૨ જે
(૩૧૩ જ્ઞાન વગેરે મોક્ષના સાધન છે. અને જ્ઞાનનું સાધન શરીર છે. તે શરીરનું સાધન આહાર છે. એટલે સાધકને સમયાનુકુલ આહારની આજ્ઞા આપવામાં આવે છે.
રાત્રિજનો નીચે મુજબ નિષેધ કરેલ છે. (૧) રાત્રે ખાવાની જિનેશ્વર ભગવાનની આજ્ઞા નથી. (૨) રાત્રે ખાવાથી જીવહિંસા થાય છે. (૩) વૈદક શાસ્ત્રો પણ સૂર્યાસ્ત પછી ખાવાની ને
પડે જ છે. (૪) રાત્રે ભજન કરવું એ મેટું પાપ છે. (૫) રાત્રે ભોજન ન કરવાની પ્રતિજ્ઞા કરવાથી મહિને
પંદર ઉપવાસનું ફળ મળે છે. (૬) રાત્રિભોજન એ રાક્ષસ ભોજન છે.
(૭) ત્રિભોજન એ નરકનું પહેલું દ્વાર છે. - રાત્રિભોજન ઉપ૨ હંસ અને કેશવનું દૃષ્ટાંત -
એક ગામની બહાર બે ભાઈઓ ચાલ્યા જતા હતા તેમ એકનું નામ હંસ એ મેટા અને બીજાનું નામ કેશવ એ ના હ. રસ્તામાં ગુરૂમહારાજ મલ્યાં. તેમણે બન્ને ભાઈએને ઉપદેશ આપ્યો. તેમાં રાત્રિભોજન એ નરકનો દરવાજો છે. માટે ત્યાગ કરે એમ સમજાવ્યું. તે વખતે બન્ને ભાઈઓએ રાત્રિભોજન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. કામથી પરવારી ઘરે પાછા ફર્યા ત્યારે રાત પડી ગઈ હતી. એટલે તેમણે જમવાની ના પાડી દીધી. પિતાએ પૂછયું કે, કેમ જમવું નથી ?